કર્મપુદ્ગલો સાથે બંધાય છે.
છે’ એમ કહેવામાં આવે છે ત્યાં પરમાર્થે અમૂર્તિક આત્માને મૂર્તિક પદાર્થ સાથે કાંઈ સંબંધ
નથી; આત્માને તો માત્ર મૂર્તિક પદાર્થના આકારે થતું જે જ્ઞાન તેની સાથે જ સંબંધ છે
અને તે પદાર્થાકાર જ્ઞાન સાથેના સંબંધને લીધે જ ‘અમૂર્તિક આત્મા મૂર્તિક પદાર્થને જાણે
છે’ એવો અમૂર્તિક -મૂર્તિકના સંબંધરૂપ વ્યવહાર સિદ્ધ થાય છે. એવી જ રીતે, ‘અમુક
આત્માને મૂર્તિક કર્મપુદ્ગલો સાથે બંધ છે’ એમ કહેવામાં આવે છે ત્યાં પરમાર્થે અમૂર્તિક
આત્માને મૂર્તિક કર્મપુદ્ગલો સાથે કાંઈ સંબંધ નથી; આત્માને તો કર્મપુદ્ગલો જેમાં નિમિત્ત
છે એવા રાગદ્વેષાદિભાવો સાથે જ સંબંધ (બંધ) છે અને તે કર્મનિમિત્તક રાગદ્વેષાદિભાવો
સાથે સંબંધ (બંધ) હોવાને લીધે જ ‘આ આત્માને મૂર્તિક કર્મપુદ્ગલો સાથે બંધ છે’ એવો
અમૂર્તિક -મૂર્તિકના બંધરૂપ વ્યવહાર સિદ્ધ થાય છે.
અને તે રાગમાં સ્ત્રી -પુત્ર -ધનાદિક નિમિત્ત હોવાથી ‘આ મનુષ્યને સ્ત્રી -પુત્ર -ધનાદિકનું બંધન
છે’ એમ વ્યવહારથી જરૂર કહેવામાં આવે છે; તેવી જ રીતે, જોકે આત્માને કર્મપુદ્ગલો
સાથે ખરેખર કાંઈ સંબંધ નથી, તેઓ આત્માથી તદ્દન ભિન્ન છે, તોપણ રાગદ્વેષાદિભાવો
કરનારા આત્માને રાગદ્વેષાદિભાવોનું બંધન હોવાથી અને તે ભાવોમાં કર્મપુદ્ગલો નિમિત્ત
હોવાથી ‘આ આત્માને કર્મપુદ્ગલોનું બંધન છે’ એમ વ્યવહારથી જરૂર કહી શકાય છે. ૧૭૪.