अथ भावबन्धयुक्तिं द्रव्यबन्धस्वरूपं च प्रज्ञापयति —
भावेण जेण जीवो पेच्छदि जाणादि आगदं विसये ।
रज्जदि तेणेव पुणो बज्झदि कम्म त्ति उवदेसो ।।१७६।।
भावेन येन जीवः पश्यति जानात्यागतं विषये ।
रज्यति तेनैव पुनर्बध्यते कर्मेत्युपदेशः ।।१७६।।
अयमात्मा साकारनिराकारपरिच्छेदात्मकत्वात्परिच्छेद्यतामापद्यमानमर्थजातं येनैव
मोहरूपेण रागरूपेण द्वेषरूपेण वा भावेन पश्यति जानाति च तेनैवोपरज्यत एव ।
योऽयमुपरागः स खलु स्निग्धरूक्षत्वस्थानीयो भावबन्धः । अथ पुनस्तेनैव पौद्गलिकं कर्म
હવે ભાવબંધની યુક્તિ અને દ્રવ્યબંધનું સ્વરૂપ કહે છેઃ —
જે ભાવથી દેખે અને જાણે વિષયગત અર્થને,
તેનાથી છે ઉપરક્તતા; વળી કર્મબંધન તે વડે.૧૭૬.
અન્વયાર્થઃ — [जीवः] જીવ [येन भावेन] જે ભાવથી [विषये आगतं] વિષયમાં
આવેલ પદાર્થને [पश्यति जानाति] દેખે છે અને જાણે છે, [तेन एव] તેનાથી જ [रज्यति]
ઉપરક્ત થાય છે; [पुनः] વળી તેનાથી જ [कर्म बध्यते] કર્મ બંધાય છે; — [इति] એમ
[उपदेशः] ઉપદેશ છે.
ટીકાઃ — આ આત્મા સાકાર અને નિરાકાર પ્રતિભાસસ્વરૂપ ( – જ્ઞાન અને દર્શન-
સ્વરૂપ) હોવાથી પ્રતિભાસ્ય (-પ્રતિભાસવાયોગ્ય) પદાર્થ સમૂહને જે મોહરૂપ, રાગરૂપ કે
દ્વેષરૂપ ભાવથી દેખે છે અને જાણે છે, તેનાથી જ ઉપરક્ત થાય છે. જે આ ઉપરાગ
(-મલિનતા, વિકાર) છે તે ખરેખર *સ્નિગ્ધ -રૂક્ષત્વસ્થાનીય ભાવબંધ છે. વળી તેનાથી જ
युक्तिं द्रव्यबन्धस्वरूपं च प्रतिपादयति — भावेण जेण भावेन परिणामेन येन जीवो जीवः कर्ता
पेच्छदि जाणादि निर्विकल्पदर्शनपरिणामेन पश्यति सविकल्पज्ञानपरिणामेन जानाति । किं कर्मतापन्नं,
आगदं विसये आगतं प्राप्तं किमपीष्टानिष्टं वस्तु पञ्चेन्द्रियविषये । रज्जदि तेणेव पुणो रज्यते
तेनैव पुनः आदिमध्यान्तवर्जितं रागादिदोषरहितं चिज्ज्योतिःस्वरूपं निजात्मद्रव्यमरोचमानस्तथैवाजानन्
सन् समस्तरागादिविकल्पपरिहारेणाभावयंश्च तेनैव पूर्वोक्तज्ञानदर्शनोपयोगेन रज्यते रागं करोति
इति भावबन्धयुक्तिः । बज्झदि कम्म त्ति उवदेसो तेन भावबन्धेन नवतरद्रव्यकर्म बध्नातीति
*સ્નિગ્ધ -રૂક્ષત્વસ્થાનીય = સ્નિગ્ધતા અને રૂક્ષતા સમાન. (જેમ પુદ્ગલમાં વિશિષ્ટ સ્નિગ્ધતા -રૂક્ષતા
તે બંધ છે, તેમ જીવમાં રાગદ્વેષરૂપ વિકાર તે ભાવબંધ છે.)
૩૩૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-