द्रव्यबन्धोऽस्ति तावद्विशिष्टपरिणामात् । विशिष्टत्वं तु परिणामस्य रागद्वेषमोहमय-
त्वेन । तच्च शुभाशुभत्वेन द्वैतानुवर्ति । तत्र मोहद्वेषमयत्वेनाशुभत्वं, रागमयत्वेन तु शुभत्वं
चाशुभत्वं च । विशुद्धिसंक्लेशाङ्गत्वेन रागस्य द्वैविध्यात् भवति ।।१८०।।
अथ विशिष्टपरिणामविशेषमविशिष्टपरिणामं च कारणे कार्यमुपचर्य कार्यत्वेन
निर्दिशति —
सुहपरिणामो पुण्णं असुहो पावं ति भणिदमण्णेसु ।
परिणामो णण्णगदो दुक्खक्खयकारणं समये ।।१८१।।
છે, [रागः] રાગ [शुभः वा अशुभः] શુભ અથવા અશુભ [भवति] હોય છે.
ટીકાઃ — પ્રથમ તો દ્રવ્યબંધ વિશિષ્ટ પરિણામથી હોય છે. પરિણામનું
વિશિષ્ટપણું રાગ -દ્વેષ -મોહમયપણાને લીધે છે. તે શુભ અને અશુભપણાને લીધે દ્વૈતને
અનુસરે છે. ત્યાં, ૧મોહ -દ્વેષમયપણા વડે અશુભપણું હોય છે, અને રાગમયપણા વડે
શુભપણું તેમ જ અશુભપણું હોય છે કારણ કે રાગ ૨વિશુદ્ધિ તેમ જ સંક્લેશવાળો હોવાથી
દ્વિવિધ હોય છે. ૧૮૦.
હવે વિશિષ્ટ પરિણામના ભેદને તથા અવિશિષ્ટ પરિણામને, કારણમાં કાર્યનો
ઉપચાર કરીને કાર્યપણે દર્શાવે છેઃ —
પર માંહી શુભ પરિણામ પુણ્ય, અશુભ પરમાં પાપ છે;
નિજદ્રવ્યગત પરિણામ સમયે દુઃખક્ષયનો હેતુ છે.૧૮૧.
द्रव्यबन्धसाधकं रागाद्युपाधिजनितभेदं दर्शयति — परिणामादो बंधो परिणामात्सकाशाद्बन्धो भवति । स च
परिणामः किंविशिष्टः । परिणामो रागदोसमोहजुदो वीतरागपरमात्मनो विलक्षणत्वेन परिणामो रागद्वेष-
मोहोपाधित्रयेण संयुक्तः । असुहो मोहपदोसो अशुभौ मोहप्रद्वेषौ । परोपाधिजनितपरिणामत्रयमध्ये मोह-
प्रद्वेषद्वयमशुभम् । सुहो व असुहो हवदि रागो शुभोऽशुभो वा भवति रागः । पञ्चपरमेष्ठयादिभक्तिरूपः
शुभराग उच्यते, विषयकषायरूपश्चाशुभ इति । अयं परिणामः सर्वोऽपि सोपाधित्वात् बन्धहेतुरिति
ज्ञात्वाबन्धे शुभाशुभसमस्तरागद्वेषविनाशार्थं समस्तरागाद्युपाधिरहिते सहजानन्दैकलक्षणसुखामृतस्वभावे
निजात्मद्रव्ये भावना कर्तव्येति तात्पर्यम् ।।१८०।। अथ द्रव्यरूपपुण्यपापबन्धकारणत्वाच्छुभाशुभपरिणामयोः
पुण्यपापसंज्ञां शुभाशुभरहितशुद्धोपयोगपरिणामस्य मोक्षकारणत्वं च कथयति — सुहपरिणामो पुण्णं
૧. મોહમય પરિણામ તેમ જ દ્વેષમય પરિણામ અશુભ છે.
૨. ધર્માનુરાગ વિશુદ્ધિવાળો હોવાથી ધર્માનુરાગમય પરિણામ શુભ છે; વિષયાનુરાગ સંકલેશવાળો હોવાથી
વિષયાનુરાગમય પરિણામ અશુભ છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૩૯