मासंसारमनयैव स्थित्या स्थितं मोहेनान्यथाध्यवस्यमानं शुद्धात्मानमेष मोहमुत्खाय यथास्थित-
मेवातिनिःप्रकम्पः सम्प्रतिपद्ये । स्वयमेव भवतु चास्यैवं दर्शनविशुद्धिमूलया सम्यग्ज्ञानोपयुक्त-
नित्यमेव तदेकपरायणत्वलक्षणो भावनमस्कारः ।।२००।।
एवं निजशुद्धात्मभावनारूपमोक्षमार्गेण ये सिद्धिं गता ये च तदाराधकास्तेषां दर्शनाधि- कारापेक्षयावसानमङ्गलार्थं ग्रन्थात्पेक्षया मध्यमङ्गलार्थं च तत्पदाभिलाषी भूत्वा नमस्कारं करोति — આત્મા) પ્રત્યક્ષ કરે છે, ૧જ્ઞેયજ્ઞાયકલક્ષણ સંબંધની અનિવાર્યતાને લીધે જ્ઞેય -જ્ઞાયકને ભિન્ન પાડવાં અશક્ય હોવાથી વિશ્વરૂપતાને પામ્યો હોવા છતાં જે (શુદ્ધ આત્મા) સહજ અનંતશક્તિવાળા જ્ઞાયકસ્વભાવ વડે એકરૂપતાને છોડતો નથી, જે અનાદિ સંસારથી આ જ સ્થિતિએ (જ્ઞાયકભાવપણે જ) રહ્યો છે અને જે મોહ વડે અન્યથા અધ્યવસિત થાય છે (અર્થાત્ બીજી રીતે જણાય છે — મનાય છે), તે શુદ્ધ આત્માને, આ હું મોહને ઉખેડી નાખીને, અતિ નિષ્કંપ રહેતો થકો, યથાસ્થિત જ (જેવો છે તેવો જ) પ્રાપ્ત કરું છું.
આ રીતે દર્શનવિશુદ્ધિ જેનું મૂળ છે એવું જે સમ્યગ્જ્ઞાનમાં ઉપયુક્તપણું તેને લીધે અત્યંત ૨અવ્યાબાધ લીનતા હોવાથી સાધુ હોવા છતાં પણ સાક્ષાત્ સિદ્ધભૂત એવા આ નિજ આત્માને તેમ જ તથાભૂત (સિદ્ધભૂત) પરમાત્માઓને, ૩તેમાં જ એક પરાયણપણું જેનું લક્ષણ છે એવો ભાવનમસ્કાર સદાય ૪સ્વયમેવ હો. ૨૦૦. ૧. જ્ઞેયજ્ઞાયકસ્વરૂપ સંબંધ ટાળી શકાય એવો નહિ હોવાને લીધે જ્ઞેયો જ્ઞાયકમાં ન જણાય એમ કરવું
અશક્ય છે તેથી આત્મા જાણે કે સમસ્તદ્રવ્યરૂપતાને પામે છે. ૨. અવ્યાબાધ = બાધા વિનાની; વિઘ્ન વિનાની. ૩. તેમાં = નમસ્કાર કરવા યોગ્ય પદાર્થમાં; ભાવ્યમાં. [માત્ર ભાવ્યમાં જ પરાયણ -એકાગ્ર -લીન થવું
તે ભાવનમસ્કારનું લક્ષણ છે.] ૪. સ્વયમેવ = એની મેળે જ. [આચાર્યભગવાન શુદ્ધાત્મામાં લીન થાય છે તેથી એની મેળે જ
ભાવનમસ્કાર થઈ જાય છે.] પ્ર. ૪૭