यावत्त्वत्प्रसादात् शुद्धमात्मानमुपलभे । अहो निःशङ्कितत्वनिःकाङ्क्षितत्वनिर्विचिकित्सत्वनिर्मूढ-
जानामि, तथापि त्वां तावदासीदामि यावत् त्वत्प्रसादात् शुद्धमात्मानमुपलभे । अहो
लक्षणचारित्राचार, न शुद्धस्यात्मनस्त्वमसीति निश्चयेन जानामि, तथापि त्वां तावदासीदामि
यावत्त्वत्प्रसादात् शुद्धमात्मानमुपलभे । अहो अनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्याग-
मिथ्यादृष्टिर्भवति तदा धर्मस्योपसर्गं करोतीति । यदि पुनः कोऽपि मन्यते गोत्रसम्मतं कृत्वा
રાજી કરીને જ મુનિપણું ધારણ કરવાનો નિયમ નહિ હોવા છતાં, કેટલાક જીવોને મુનિ થતાં
પહેલાં વૈરાગ્યના કારણે કુટુંબને સમજાવવાની ભાવનાથી પૂર્વોક્ત પ્રકારનાં વચનો નીકળે છે.
એવાં વૈરાગ્યનાં વચનો સાંભળી, કુટુંબમાં કોઈ અલ્પસંસારી જીવ હોય તો તે પણ વૈરાગ્યને
પામે છે.)
(હવે નીચે પ્રમાણે પંચાચારને અંગીકાર કરે છેઃ) (જેવી રીતે બંધુવર્ગની વિદાય લીધી, વડીલો, સ્ત્રી અને પુત્રથી પોતાને છોડાવ્યો,) તેવી રીતે — અહો કાળ, વિનય, ઉપધાન, બહુમાન, અનિહ્નવ, અર્થ, વ્યંજન અને તદુભય -સંપન્ન જ્ઞાનાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તોપણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. અહો નિઃશંકિતત્વ, નિઃકાંક્ષિતત્વ, નિર્વિચિકિત્સત્વ, નિર્મૂઢદ્રષ્ટિત્વ, ઉપબૃંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવનાસ્વરૂપ દર્શનાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તોપણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. અહો મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિના કારણભૂત, પંચમહાવ્રત સહિત કાય -વચન -મનગુપ્તિ અને ઈર્યા -ભાષા- એષણા -આદાનનિક્ષેપણ -પ્રતિષ્ઠાપનસમિતિસ્વરૂપ ચારિત્રાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તોપણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. અહો અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, પ્ર. ૪૮