Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 378 of 513
PDF/HTML Page 409 of 544

 

background image
વિવિક્ત શય્યાસન, કાયક્લેશ, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ-
સ્વરૂપ તપાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તોપણ ત્યાં સુધી તને
અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. અહો સમસ્ત
*ઇતર આચારમાં પ્રવર્તાવનારી સ્વશક્તિના અગોપનસ્વરૂપ વીર્યાચાર! શુદ્ધ આત્માનો તું નથી
એમ નિશ્ચયથી હું જાણું છું, તોપણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા
પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું.
આ રીતે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર,
તપાચાર તથા વીર્યાચારને અંગીકાર કરે છે.
(સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જાણે છેઅનુભવે છે, અન્ય સમસ્ત
વ્યવહારભાવોથી પોતાને ભિન્ન જાણે છે. જ્યારથી તેને સ્વ -પરના વિવેકરૂપ ભેદવિજ્ઞાન પ્રગટ
થયું હતું ત્યારથી જ તે સકલ વિભાવભાવોનો ત્યાગ કરી ચૂક્યો છે અને ત્યારથી જ એણે
ટંકોત્કીર્ણ નિજભાવ અંગીકાર કર્યો છે. તેથી તેને નથી કાંઈ ત્યાગવાનું રહ્યું કે નથી કાંઈ
ગ્રહવાનું
અંગીકાર કરવાનું રહ્યું. સ્વભાવદ્રષ્ટિની અપેક્ષાએ આમ હોવા છતાં, પર્યાયમાં તે
પૂર્વબદ્ધ કર્મોના ઉદયના નિમિત્તે અનેક પ્રકારના વિભાવભાવોરૂપે પરિણમે છે. એ
વિભાવપરિણતિ નહિ છૂટતી દેખીને તે આકુળવ્યાકુળ પણ થતો નથી તેમ જ સમસ્ત
વિભાવપરિણતિને ટાળવાનો પુરુષાર્થ કર્યા વિના પણ રહેતો નથી. સકલ વિભાવપરિણતિ
રહિત સ્વભાવદ્રષ્ટિના જોરરૂપ પુરુષાર્થથી ગુણસ્થાનોની પરિપાટીના સામાન્ય ક્રમ અનુસાર
તેને પહેલાં અશુભ પરિણતિની હાનિ થાય છે અને પછી ધીમે ધીમે શુભ પરિણતિ પણ છૂટતી
જાય છે. આમ હોવાથી તે શુભ રાગના ઉદયની ભૂમિકામાં ગૃહવાસનો અને કુટુંબનો ત્યાગી
થઈ વ્યવહારરત્નત્રયરૂપ પંચાચારોને અંગીકાર કરે છે. જોકે જ્ઞાનભાવથી તે સમસ્ત શુભાશુભ
ક્રિયાઓનો ત્યાગી છે તોપણ પર્યાયમાં શુભ રાગ નહિ છૂટતો હોવાથી તે પૂર્વોક્ત રીતે
પંચાચારને ગ્રહણ કરે છે.) ૨૦૨.
शुद्धस्यात्मनस्त्वमसीति निश्चयेन जानामि, तथापि त्वां तावदासीदामि यावत् त्वत्प्रसादात
शुद्धमात्मानमुपलभे अहो समस्तेतराचारप्रवर्तकस्वशक्त्यनिगूहनलक्षणवीर्याचार, न शुद्ध-
स्यात्मनस्त्वमसीति निश्चयेन जानामि, तथापि त्वां तावदासीदामि यावत्त्वत्प्रसादात् शुद्धमा-
त्मानमुपलभे एवं ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारमासीदति च ।।२०२।।
*ઇતર = અન્ય; વીર્યાચાર સિવાયના બીજા.
पश्चात्तपश्चरणं करोमि तस्य प्रचुरेण तपश्चरणमेव नास्ति, कथमपि तपश्चरणे गृहीतेऽपि यदि गोत्रादि-
ममत्वं करोति तदा तपोधन एव न भवति
तथाचोक्त म्‘‘जो सकलणयररज्जं पुव्वं चइऊण कुणइ
य ममत्तिं सो णवरि लिंगधारी संजमसारेण णिस्सारो’’ ।।२०२।। अथ जिनदीक्षार्थी भव्यो जैनाचार्य-
माश्रयतिसमणं निन्दाप्रशंसादिसमचित्तत्वेन पूर्वसूत्रोदितनिश्चयव्यवहारपञ्चाचारस्याचरणाचारण-
प्रवीणत्वात् श्रमणम् गुणड्ढं चतुरशीतिलक्षगुणाष्टादशसहस्रशीलसहकारिकारणोत्तमनिजशुद्धात्मानुभूति-
गुणेनाढयं भृतं परिपूर्णत्वाद्गुणाढयम् कुलरूववयोविसिट्ठं लोकदुगुंच्छारहितत्वेन जिनदीक्षायोग्यं कुलं
૩૭પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-