Pravachansar (Gujarati). Gatha: 203.

< Previous Page   Next Page >


Page 379 of 513
PDF/HTML Page 410 of 544

 

background image
પછી તે કેવો થાય છે તે હવે ઉપદેશે છેઃ
‘મુજને ગ્રહો’ કહી, પ્રણત થઈ, અનુગૃહીત થાય ગણી વડે,
વયરૂપકુલવિશિષ્ટ, યોગી, ગુણાઢ્ય ને મુનિ -ઇષ્ટ જે.૨૦૩.
અન્વયાર્થઃ[श्रमणं] જે શ્રમણ છે, [गुणाढयं] ગુણાઢ્ય છે, [कुलरूपवयोविशिष्टं]
કુળ, રૂપ તથા વયથી વિશિષ્ટ છે અને [श्रमणैः इष्टतरं] શ્રમણોને અતિ ઇષ્ટ છે [तम् अपि
गणिनं] એવા ગણીને [माम् प्रतीच्छ इति] ‘મારો સ્વીકાર કરો’ એમ કહીને [प्रणतः] પ્રણત
થાય છે (પ્રણામ કરે છે) [च] અને [अनुगृहीतः] અનુગૃહીત થાય છે.
ટીકાઃપછી શ્રામણ્યાર્થી પ્રણત અને અનુગૃહીત થાય છે. તે આ પ્રમાણેઃ
આચરવામાં અને અચરાવવામાં આવતી સમસ્ત વિરતિની પ્રવૃત્તિના સમાન આત્મરૂપ
એવા શ્રામણ્યપણાને લીધે જે ‘શ્રમણ’ છે, એવું શ્રામણ્ય આચરવામાં અને અચરાવવામાં
પ્રવીણ હોવાને લીધે જે
‘ગુણાઢ્ય’ છે, સર્વ લૌકિક જનોથી નિઃશંકપણે સેવવાયોગ્ય હોવાને
લીધે અને કુળક્રમાગત (કુળના ક્રમે ઊતરી આવતા) ક્રૂરતાદિ દોષોથી રહિત હોવાને લીધે
अथातः कीदृशो भवतीत्युपदिशति
समणं गणिं गुणड्ढं कुलरूववयोविसिट्ठमिट्ठदरं
समणेहिं तं पि पणदो पडिच्छ मं चेदि अणुगहिदो ।।२०३।।
श्रमणं गणिनं गुणाढयं कुलरूपवयोविशिष्टमिष्टतरम्
श्रमणैस्तमपि प्रणतः प्रतीच्छ मां चेत्यनुगृहीतः ।।२०३।।
ततो हि श्रामण्यार्थी प्रणतोऽनुगृहीतश्च भवति तथाहिआचरिताचारितसमस्त-
विरतिप्रवृत्तिसमानात्मरूपश्रामण्यत्वात् श्रमणं, एवंविधश्रामण्याचरणाचारणप्रवीणत्वात् गुणाढयं,
भण्यते अन्तरङ्गशुद्धात्मानुभूतिज्ञापकं निर्ग्रन्थनिर्विकारं रूपमुच्यते शुद्धात्मसंवित्तिविनाशकारिवृद्ध-
बालयौवनोद्रेकजनितबुद्धिवैकल्यरहितं वयश्चेति तैः कुलरूपवयोभिर्विशिष्टत्वात् कुलरूपवयो-
विशिष्टम् इट्ठदरं इष्टतरं सम्मतम् कैः समणेहिं निजपरमात्मतत्त्वभावनासहितसमचित्तश्रमणैर-
न्याचार्यैः गणिं एवंविधगुणविशिष्टं परमात्मभावनासाधकदीक्षादायकमाचार्यम् तं पि पणदो न केवलं
तमाचार्यमाश्रितो भवति, प्रणतोऽपि भवति केन रूपेण पडिच्छ मं हे भगवन्, अनन्तज्ञानादि-
जिनगुणसंपत्तिकारणभूताया अनादिकालेऽत्यन्तदुर्लभाया भावसहितजिनदीक्षायाः प्रदानेन प्रसादेन मां
સમાન = તુલ્ય; બરોબર; સરખું; મળતું. [વિરતિની પ્રવૃત્તિને તુલ્ય આત્માનું રૂપ અર્થાત્ વિરતિની
પ્રવૃત્તિને મળતીસરખીઆત્મદશા તે શ્રામણ્ય છે.]
ગુણાઢ્ય = ગુણથી સમૃદ્ધ; ગુણથી ભરપુર.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૩૭૯