पौरुषेयदोषत्वेन मुमुक्षुभिरभ्युपगततरत्वात् श्रमणैरिष्टतरं च गणिनं शुद्धात्मतत्त्वोपलम्भ-
प्रतीच्छ स्वीकुरु । चेदि अणुगहिदो न केवलं प्रणतो भवति, तेनाचार्येणानुगृहीतः स्वीकृतश्च भवति । हे भव्य, निस्सारसंसारे दुर्लभबोधिं प्राप्य निजशुद्धात्मभावनारूपया निश्चयचतुर्विधाराधनया मनुष्यजन्म सफलं कुर्वित्यनेन प्रकारेणानुगृहीतो भवतीत्यर्थः ।।२०३।। अथ गुरुणा स्वीकृतः सन् कीदृशो भवतीत्युपदिशति — णाहं होमि परेसिं नाहं भवामि परेषाम् । निजशुद्धात्मनः सकशात्परेषां भिन्नद्रव्याणां જે ‘કુળવિશિષ્ટ’ છે, અંતરંગ શુદ્ધ રૂપનું અનુમાન કરાવનારું બહિરંગ શુદ્ધ રૂપ હોવાને લીધે જે ‘રૂપવિશિષ્ટ’ છે, બાળપણાથી અને વૃદ્ધપણાથી થતી ૧બુદ્ધિવિક્લવતાનો અભાવ હોવાને લીધે તથા ૨યૌવનોદ્રેકની વિક્રિયા વિનાની બુદ્ધિ હોવાને લીધે જે ‘વયવિશિષ્ટ’ છે અને યથોક્ત શ્રામણ્ય આચરવા અને અચરાવવા સંબંધી ૩પૌરુષેય દોષોને નિઃશેષપણે નષ્ટ કર્યા હોવાથી મુમુક્ષુઓ વડે (પ્રાયશ્ચિત્તાદિ માટે) જેમનો બહુ આશ્રય લેવાતો હોવાને લીધે જે ‘શ્રમણોને અતિ ઇષ્ટ’ છે, એવા ગણીની પાસે — શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિના સાધક આચાર્યની પાસે — ‘શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિથી મને અનુગૃહીત કરો’ એમ કહીને (શ્રામણ્યાર્થી) જતો થકો પ્રણત થાય છે. ‘આ પ્રમાણે આ તને શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિ’ એમ (કહીને) તે ગણી વડે (તે શ્રામણ્યાર્થી) ૪પ્રાર્થિત અર્થથી સંયુક્ત કરાતો થકો અનુગૃહીત થાય છે. ૨૦૩.
૧. વિક્લવતા = અસ્થિરતા; વિકળતા. ૨.યૌવનોદ્રેક = યૌવનનો ઉદ્રેક; જુવાનીની અતિશયતા. ૩. પૌરુષેય = મનુષ્યને સંભવતા ૪.પ્રાર્થિત અર્થ = અરજ કરીને માગેલી વસ્તુ