Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 381 of 513
PDF/HTML Page 412 of 544

 

background image
नाहं भवामि परेषां न मे परे नास्ति ममेह किञ्चित
इति निश्चितो जितेन्द्रियः जातो यथाजातरूपधरः ।।२०४।।
ततोऽपि श्रामण्यार्थी यथाजातरूपधरो भवति तथाहिअहं तावन्न किञ्चिदपि
परेषां भवामि, परेऽपि न किञ्चिदपि मम भवन्ति, सर्वद्रव्याणां परैः सह तत्त्वतः
समस्तसम्बन्धशून्यत्वात
तदिह षड्द्रव्यात्मके लोके न मम किञ्चिदप्यात्मनोऽन्यदस्तीति
निश्चितमतिः परद्रव्यस्वस्वामिसम्बन्धनिबन्धनानामिन्द्रियनोइन्द्रियाणां जयेन जितेन्द्रियश्च सन्
धृतयथानिष्पन्नात्मद्रव्यशुद्धरूपत्वेन यथाजातरूपधरो भवति
।।२०४।।
संबन्धी न भवाम्यहम् ण मे परे न मे संबन्धीनि परद्रव्याणि णत्थि मज्झमिह किंचि नास्ति ममेह
किंचित् इह जगति निजशुद्धात्मनो भिन्नं किंचिदपि परद्रव्यं मम नास्ति इदि णिच्छिदो इति
निश्चितमतिर्जातः जिदिंदो जादो इन्द्रियमनोजनितविकल्पजालरहितानन्तज्ञानादिगुणस्वरूपनिजपरमात्म-
द्रव्याद्विपरीतेन्द्रियनोइन्द्रियाणां जयेन जितेन्द्रियश्च संजातः सन् जधजादरूवधरो यथाजातरूपधरः,
व्यवहारेण नग्नत्वं यथाजातरूपं, निश्चयेन तु स्वात्मरूपं, तदित्थंभूतं यथाजातरूपं धरतीति यथाजात-
रूपधरः निर्ग्रन्थो जात इत्यर्थः
।।२०४।। अथ तस्य पूर्वसूत्रोदितयथाजातरूपधरस्य निर्ग्रन्थस्यानादि-
कालदुर्लभायाः स्वात्मोपलब्धिलक्षणसिद्धेर्गमकं चिह्नं बाह्याभ्यन्तरलिङ्गद्वयमादिशतिजधजादरूवजादं
पूर्वसूत्रोक्त लक्षणयथाजातरूपेण निर्ग्रन्थत्वेन जातमुत्पन्नं यथाजातरूपजातम् उप्पाडिदकेसमंसुगं
અન્વયાર્થઃ[अहं] હું [परेषां] પરનો [न भवामि] નથી, [परे मे न] પર મારાં
નથી, [इह] આ લોકમાં [मम] મારું [किञ्चित्] કાંઈ પણ [न अस्ति] નથી[इति निश्चितः]
આવા નિશ્ચયવાળો અને [जितेन्द्रियः] જિતેંદ્રિય વર્તતો થકો તે [यथाजातरूपधरः]
યથાજાતરૂપધર (સહજરૂપધારી) [जातः] થાય છે.
ટીકાઃવળી ત્યાર પછી શ્રામણ્યાર્થી યથાજાતરૂપધર થાય છે. તે આ પ્રમાણેઃ
‘પ્રથમ તો હું જરાય પરનો નથી, પર પણ જરાય મારાં નથી, કારણ કે સર્વ દ્રવ્યો તત્ત્વતઃ પર
સાથે સમસ્ત સંબંધ રહિત છે; તેથી આ ષટ્દ્રવ્યાત્મક લોકમાં આત્માથી અન્ય એવું કાંઈ પણ મારું
નથી;’
આમ નિશ્ચિત મતિવાળો (વર્તતો થકો) અને પરદ્રવ્યો સાથે સ્વ -સ્વામિસંબંધ જેમનો
આધાર છે એવી ઇન્દ્રિયો અને નોઇન્દ્રિયના જય વડે જિતેંદ્રિય વર્તતો થકો તે (શ્રામણ્યાર્થી)
આત્મદ્રવ્યનું
યથાનિષ્પન્ન શુદ્ધ રૂપ ધારણ કરવાથી યથાજાતરૂપધર થાય છે. ૨૦૪.
૧. યથાજાતરૂપધર = (આત્માનું) જેવું મૂળભૂત છે તેવું (સહજ, સ્વાભાવિક) રૂપ ધારણ કરનાર
૨. તત્ત્વતઃ = ખરી રીતે; તત્ત્વની દ્રષ્ટિએ; પરમાર્થે.
૩. યથાનિષ્પન્ન = જેવું બનેલું છે તેવું; જેવું મૂળભૂત છે તેવું; સહજ; સ્વાભાવિક.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૩૮૧