परमोपेक्षासंयमबलेन देहप्रतिकाररहितत्वादप्रतिकर्म भवति । किम् ।लिंगं एवं पञ्चविशेषणविशिष्टं लिङ्गं
હવે, અનાદિ સંસારથી ૧અનભ્યસ્ત હોવાથી જે અત્યંત અપ્રસિદ્ધ છે એવા આયથાજાતરૂપપણાનાં બહિરંગ અને અંતરંગ બે લિંગોનો — કે જેઓ ૨અભિનવ અભ્યાસમાંકુશળતા વડે ઉપલબ્ધ થતી સિદ્ધિનાં સૂચક છે તેમનો — ઉપદેશ કરે છેઃ —
જન્મ્યા પ્રમાણે રૂપ, લુંચન કેશનું, શુદ્ધત્વ ને
હિંસાદિથી શૂન્યત્વ, દેહ -અસંસ્કરણ — એ લિંગ છે.૨૦૫.
આરંભ મૂર્છા શૂન્યતા, ઉપયોગયોગ વિશુદ્ધતા,
નિરપેક્ષતા પરથી, — જિનોદિત મોક્ષકારણ લિંગ આ.૨૦૬.
અન્વયાર્થઃ — [यथाजातरूपजातम्] જન્મસમયના રૂપ જેવા રૂપવાળું, [उत्पाटित-केशश्मश्रुकं] માથાના અને દાઢીમૂછના વાળનો લોચ કરાયેલું, [शुद्धं] શુદ્ધ (અકિંચન),[हिंसादितः रहितम्] હિંસાદિથી રહિત અને [अप्रतिकर्म] પ્રતિકર્મ (શરીરની સજાવટ)વિનાનું — [लिंगं भवति] એવું (શ્રામણ્યનું બહિરંગ) લિંગ છે.૧. અનભ્યસ્ત = નહિ અભ્યાસેલું ૨. અભિનવ = તદ્દન નવા. [યથાજાતરૂપધરપણાના તદ્દન નવા અભ્યાસમાં પ્રવીણતા વડે શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.]