पयोगतत्पूर्वकतथाविधयोगाशुद्धियुक्तत्वस्य परद्रव्यसापेक्षत्वस्य चाभावान्मूर्च्छारम्भवियुक्तत्व-
मुपयोगयोगशुद्धियुक्तत्वमपरापेक्षत्वं च भवत्येव, तदेतदन्तरङ्गं लिङ्गम् ।।२०५।२०६।।
अथैतदुभयलिङ्गमादायैतदेतत्कृत्वा च श्रमणो भवतीति भवतिक्रियायां बन्धुवर्गप्रच्छन-
क्रियादिशेषसकलक्रियाणां चैककर्तृकत्वमुद्योतयन्नियता श्रामण्यप्रतिपत्तिर्भवतीत्युपदिशति —
आदाय तं पि लिंगं गुरुणा परमेण तं णमंसित्ता ।
सोच्चा सवदं किरियं उवट्ठिदो होदि सो समणो ।।२०७।।
आदाय तदपि लिङ्गं गुरुणा परमेण तं नमस्कृत्य ।
श्रुत्वा सव्रतां क्रियामुपस्थितो भवति स श्रमणः ।।२०७।।
છે એવાં જે (૧) મમત્વના અને ૧કર્મપ્રક્રમના પરિણામ, (૨) શુભાશુભ ઉપરક્ત ઉપયોગ
અને ૨તત્પૂર્વક તથાવિધ યોગની અશુદ્ધિથી યુક્તપણું તથા (૩) પરદ્રવ્યથી સાપેક્ષપણું, તેમનો
(એ ત્રણનો) અભાવ હોય છે; તેથી (તે આત્માને) (૧) મૂર્છા અને આરંભથી રહિતપણું,
(૨) ઉપયોગ અને યોગની શુદ્ધિથી યુક્તપણું તથા (૩) પરની અપેક્ષાથી રહિતપણું હોય
જ છે. માટે આ અંતરંગ લિંગ છે. ૨૦૫ -૨૦૬.
હવે (શ્રામણ્યાર્થી) આ બન્ને લિંગને ગ્રહીને અને આ આ ( – આટલું આટલું) કરીને
શ્રમણ થાય છે — એમ ૩ભવતિક્રિયાને વિષે, બંધુવર્ગની વિદાય લેવારૂપ ક્રિયાથી માંડીને
બાકીની બધી ક્રિયાઓનો એક કર્તા દર્શાવતાં, આટલાથી (અર્થાત્ આટલું કરવાથી)
શ્રામણ્યની પ્રાપ્તિ થાય છે એમ ઉપદેશે છેઃ —
ગ્રહી પરમગુરુ -દીધેલ લિંગ, નમસ્કરણ કરી તેમને,
વ્રત ને ક્રિયા સુણી, થઈ ઉપસ્થિત, થાય છે મુનિરાજ એ.૨૦૭.
અન્વયાર્થઃ — [परमेण गुरुणा] પરમ ગુરુ વડે દેવામાં આવેલાં [तद् अपि लिंगम्]
તે બન્ને લિંગને [आदाय] ગ્રહીને, [तं नमस्कृत्य] તેમને નમસ્કાર કરીને, [सव्रतां क्रियां श्रुत्वा]
વ્રત સહિત ક્રિયાને સાંભળીને [उपस्थितः] ઉપસ્થિત (આત્માની સમીપ સ્થિત) થયો થકો
[सः] તે [श्रमणः भवति] શ્રમણ થાય છે.
द्रव्यलिङ्गभावलिङ्गस्वरूपं ज्ञातव्यम् ।।२०५।२०६।। अथैतलिङ्गद्वैतमादाय पूर्वं भाविनैगमनयेन यदुक्तं
पञ्चाचारस्वरूपं तदिदानीं स्वीकृत्य तदाधारेणोपस्थितः स्वस्थो भूत्वा श्रमणो भवतीत्याख्याति — आदाय
तं पि लिंगं आदाय गृहीत्वा तत्पूर्वोक्तं लिङ्गद्वयमपि । क थंभूतम् । दत्तमिति क्रि याध्याहारः । के न दत्तम् ।
૧. કર્મપ્રક્રમ = કામ માથે લેવું તે; કામમાં જોડાવું તે; કામની વ્યવસ્થા.
૨. તત્પૂર્વક = ઉપરક્ત (મલિન) ઉપયોગપૂર્વક ૩.ભવતિક્રિયા = થવારૂપ ક્રિયા
૩૮૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-