ભાવાર્થઃ — જો મુનિને સ્વસ્થભાવલક્ષણ પ્રયત્ન સહિત કરવામાં આવતી અશન- શયન -ગમનાદિક શરીરચેષ્ટાઓ સંબંધી છેદ થાય છે, તો તે તપોધનને સ્વસ્થભાવની બહિરંગ સહકારીકારણભૂત એવી જે પ્રતિક્રમણસ્વરૂપ આલોચનપૂર્વક ક્રિયા તેનાથી જ તેનો પ્રતીકાર – પ્રાયશ્ચિત્ત થઈ જાય છે, કારણ કે તે સ્વસ્થભાવથી ચલિત થયો નથી. પરંતુ જો તેને નિર્વિકાર સ્વસંવેદનભાવનાથી ચ્યુતિસ્વરૂપ છેદ થાય છે, તો તેણે જિનમતમાં વ્યવહારજ્ઞ – પ્રાયશ્ચિત્ત- કુશળ – આચાર્ય પાસે જઈને, નિષ્પ્રપંચભાવે દોષનું નિવેદન કરીને, તે આચાર્ય નિર્વિકાર સ્વસંવેદનભાવનાને અનુકૂળ જે કાંઈ પ્રાયશ્ચિત્ત ઉપદેશે તે કરવું જોઈએ. ૨૧૧ – ૨૧૨.
હવે, શ્રામણ્યના છેદનાં ૧આયતનો હોવાથી ૨પરદ્રવ્ય -પ્રતિબંધો નિષેધવાયોગ્ય છે એમ ઉપદેશે છેઃ —
અન્વયાર્થઃ — [अधिवासे] અધિવાસમાં વસતાં (આત્મવાસમાં અથવા ગુરુઓના સહવાસમાં વસતાં) [वा] કે [विवासे] વિવાસમાં વસતાં (ગુરુઓથી ભિન્ન વાસમાં વસતાં), [नित्यं] સદા [निबन्धान्] (પરદ્રવ્યને વિષે) પ્રતિબંધો [परिहरमाणः] પરિહરતો થકો [श्रामण्ये] શ્રામણ્યને વિષે [छेदविहीनः भूत्वा] છેદવિહીન થઈને [श्रमणः विहरतु] શ્રમણ વિહરો. ૧. આયતન = રહેઠાણ; સ્થાન. ૨. પરદ્રવ્ય -પ્રતિબંધ = પરદ્રવ્યોમાં રાગાદિપૂર્વક સંબંધ કરવો તે; પરદ્રવ્યોમાં બંધાવું – રોકાવું – લીન થવું