सर्व एव हि परद्रव्यप्रतिबन्धा उपयोगोपरञ्जकत्वेन निरुपरागोपयोगरूपस्य श्रामण्यस्य छेदायतनानि; तदभावादेवाछिन्नश्रामण्यम् । अत आत्मन्येवात्मनो नित्याधिकृत्य वासे वा गुरुत्वेन गुरूनधिकृत्य वासे वा गुरुभ्यो विशिष्टे वासे वा नित्यमेव प्रतिषेधयन् परद्रव्यप्रतिबन्धान् श्रामण्ये छेदविहीनो भूत्वा श्रमणो वर्तताम् ।।२१३।।
भवीय छेदविहीनो भूत्वा, रागादिरहितनिजशुद्धात्मानुभूतिलक्षणनिश्चयचारित्रच्युतिरूपच्छेदरहितो भूत्वा । तथाहि — गुरुपार्श्वे यावन्ति शास्त्राणि तावन्ति पठित्वा तदनन्तरं गुरुं पृष्ट्वा च समशीलतपोधनैः सह, भेदाभेदरत्नत्रयभावनया भव्यानामानन्दं जनयन्, तपःश्रुतसत्त्वैकत्वसन्तोषभावनापञ्चकं भावयन्,
ટીકાઃ – ખરેખર બધાય પરદ્રવ્ય -પ્રતિબંધો ઉપયોગના ૧ઉપરંજક હોવાથી ૨નિરુપરાગ ઉપયોગરૂપ શ્રામણ્યના છેદનાં આયતનો છે; તેમના અભાવથી જ અછિન્ન શ્રામણ્ય હોય છે. માટે આત્મામાં જ આત્માને સદા ૩અધિકૃત કરીને (આત્માની અંદર) વસતાં અથવા ગુરુપણે ગુરુઓને ૪અધિકૃત કરીને (ગુરુઓના સહવાસમાં) વસતાં કે ગુરુઓથી વિશિષ્ટ – ભિન્ન વાસમાં વસતાં, સદાય પરદ્રવ્ય -પ્રતિબંધોને નિષેધતો (પરિહરતો) થકો શ્રામણ્યમાં છેદવિહીન થઈને શ્રમણ વર્તો. ૨૧૩.
હવે, શ્રામણ્યની પરિપૂર્ણતાનું આયતન હોવાથી સ્વદ્રવ્યમાં જ પ્રતિબંધ (સંબંધ, લીનતા) કરવાયોગ્ય છે એમ ઉપદેશે છેઃ —
અન્વયાર્થઃ — [यः श्रमणः] જે શ્રમણ [नित्यं] સદા [ज्ञाने दर्शनमुखे] જ્ઞાનમાં અને દર્શનાદિકમાં [निबद्धः] પ્રતિબદ્ધ [च] તથા [मूलगुणेषु प्रयतः] મૂળગુણોમાં પ્રયત (પ્રયત્નશીલ) [चरति] વિચરે છે, [सः] તે [परिपूर्णश्रामण्यः] પરિપૂર્ણ શ્રામણ્યવાળો છે. ૧. ઉપરંજક = ઉપરાગ કરનારા; મલિનતા કરનારા; વિકાર કરનારા. ૨. નિરુપરાગ = ઉપરાગ વિનાનો; વિકાર વિનાનો. ૩. અધિકૃત કરીને = સ્થાપીને; રાખીને. ૪. અધિકૃત કરીને = અધિકાર આપીને; સ્થાપીને; અંગીકૃત કરીને. પ્ર. ૫૦