Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 399 of 513
PDF/HTML Page 430 of 544

 

background image
भावप्रसिद्धेः, तथा तद्विनाभाविना प्रयताचारेण प्रसिद्धयदशुद्धोपयोगासद्भावपरस्य परप्राण-
व्यपरोपसद्भावेऽपि बन्धाप्रसिद्धया सुनिश्चितहिंसाऽभावप्रसिद्धेश्चान्तरङ्ग एव छेदो बलीयान्, न
पुनर्बहिरङ्गः
एवमप्यन्तरङ्गच्छेदायतनमात्रत्वाद्बहिरङ्गच्छेदोऽभ्युपगम्येतैव ।।२१७।।
વિના જે હોતો નથી એવા અપ્રયત આચાર વડે પ્રસિદ્ધ થતો (જાણવામાં આવતો)
અશુદ્ધોપયોગનો સદ્ભાવ જેને વર્તે છે તેને હિંસાના સદ્ભાવની પ્રસિદ્ધિ સુનિશ્ચિત છે; અને
તેવી રીતે અશુદ્ધોપયોગ વિના જે હોય છે એવા
પ્રયત આચાર વડે પ્રસિદ્ધ થતો
(જાણવામાં આવતો) અશુદ્ધોપયોગનો અસદ્ભાવ જેને વર્તે છે તેને, પરપ્રાણોના વ્યપરોપના
સદ્ભાવમાં પણ બંધની અપ્રસિદ્ધિ હોવાને લીધે, હિંસાના અભાવની પ્રસિદ્ધિ સુનિશ્ચિત છે.
આમ હોવા છતાં (અર્થાત
્ અંતરંગ છેદ જ વિશેષ બળવાન છે, બહિરંગ છેદ નહિએમ
હોવા છતાં) બહિરંગ છેદ અંતરંગ છેદનું આયતનમાત્ર હોવાથી તેને (બહિરંગ છેદને)
સ્વીકારવો
માનવો તો જોઈએ જ.
ભાવાર્થઃશુદ્ધોપયોગનું હણાવું તે અંતરંગ હિંસાઅંતરંગ છેદ છે અને
બીજાના પ્રાણોનો વિચ્છેદ થવો તે બહિરંગ હિંસાબહિરંગ છેદ છે.
જીવ મરો કે ન મરો, જેને અપ્રયત આચરણ છે તેને શુદ્ધોપયોગ હણાતો હોવાથી
અંતરંગ હિંસા થાય જ છે અને તેથી અંતરંગ છેદ થાય જ છે. જેને પ્રયત આચરણ છે
તેને, પરપ્રાણોના વ્યપરોપરૂપ બહિરંગ હિંસાના
બહિરંગ છેદનાસદ્ભાવમાં પણ,
શુદ્ધોપયોગ નહિ હણાતો હોવાથી અંતરંગ હિંસા થતી નથી અને તેથી અંતરંગ છેદ થતો
નથી. ૨૧૭.
भावनारूपनिश्चयप्राणघाते सति निश्चयहिंसा नियमेन भवतीति ततः कारणात्सैव मुख्येति ।।२१७।।
अथ तमेवार्थं दृष्टान्तदार्ष्टान्ताभ्यां दृढयति
उच्चालियम्हि पाए इरियासमिदस्स णिग्गमत्थाए
आबाधेज्ज कुलिंगं मरिज्ज तं जोगमासेज्ज ।।“१५।।
ण हि तस्स तण्णिमित्तो बंधो सुहुमो य देसिदो समये
मुच्छा परिग्गहो च्चिय अज्झप्पपमाणदो दिट्ठो ।।“१६।। (जुम्मं)
૧. અશુદ્ધ ઉપયોગ વિના અપ્રયત આચાર કદી હોતો નથી, માટે અપ્રયત આચાર જેને વર્તે છે તેને
અશુદ્ધ ઉપયોગ અવશ્ય હોય જ છે. આ રીતે અપ્રયત આચાર વડે અશુદ્ધ ઉપયોગ પ્રસિદ્ધ થાય
છે
જાણવામાં આવે છે.
૨. અશુદ્ધ ઉપયોગ ન હોય ત્યાં જ પ્રયત આચાર વર્તે છે, માટે પ્રયત આચાર વડે અશુદ્ધ ઉપયોગનો
અસદ્ભાવ પ્રસિદ્ધ થાય છેજાણવામાં આવે છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૩૯૯