Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 402 of 513
PDF/HTML Page 433 of 544

 

background image
भवति वा न भवति बन्धो मृते जीवेऽथ कायचेष्टायाम्
बन्धो ध्रुवमुपधेरिति श्रमणास्त्यक्तवन्तः सर्वम् ।।२१९।।
यथा हि कायव्यापारपूर्वकस्य परप्राणव्यपरोपस्याशुद्धोपयोगसद्भावासद्भावाभ्याम-
नैकान्तिकबन्धत्वेन छेदत्वमनैकान्तिकमिष्टं, न खलु तथोपधेः, तस्य सर्वथा तदविनाभावित्व-
प्रसिद्धयदैकान्तिकाशुद्धोपयोगसद्भावस्यैकान्तिकबन्धत्वेन छेदत्वमैकान्तिकमेव
अत एव
भगवन्तोऽर्हन्तः परमाः श्रमणाः स्वयमेव प्रागेव सर्वमेवोपधिं प्रतिषिद्धवन्तः अत एव
चापरैरप्यन्तरङ्गच्छेदवत्तदनान्तरीयकत्वात्प्रागेव सर्व एवोपधिः प्रतिषेध्यः ।।२१९।।
भवति, न भवति वा, परिग्रहे सति नियमेन भवतीति प्रतिपादयतिहवदि व ण हवदि बंधो भवति
वा न भवति बन्धः कस्मिन्सति मदम्हि जीवे मृते सत्यन्यजीवे अध अहो कस्यां सत्याम्
कायचेट्ठम्हि कायचेष्टायाम् तर्हि कथं बन्धो भवति बंधो धुवमुवधीदो बन्धो भवति ध्रुवं निश्चितम्
कस्मात् उपधेः परिग्रहात्सकाशात् इदि इति हेतोः समणा छयिा सव्वं श्रमणा महाश्रमणाः सर्वज्ञाः
पूर्वं दीक्षाकाले शुद्धबुद्धैकस्वभावं निजात्मानमेव परिग्रहं कृत्वा, शेषं समस्तं बाह्याभ्यन्तरपरिग्रहं
छर्दितवन्तस्त्यक्तवन्तः
एवं ज्ञात्वा शेषतपोधनैरपि निजपरमात्मपरिग्रहं स्वीकारं कृत्वा, शेषः सर्वोऽपि
परिग्रहो मनोवचनकायैः कृतकारितानुमतैश्च त्यजनीय इति अत्रेदमुक्तं भवतिशुद्धचैतन्यरूपनिश्चय-
प्राणे रागादिपरिणामरूपनिश्चयहिंसया पातिते सति नियमेन बन्धो भवति परजीवघाते पुनर्भवति वा
અન્વયાર્થઃ[अथ] હવે (ઉપધિ વિષે એમ છે કે), [कायचेष्टायाम्] કાયચેષ્ટાપૂર્વક
[जीवे मृते] જીવ મરતાં [बन्धः] બંધ [भवति] થાય છે [वा] અથવા [न भवति] નથી થતો;
[उपधेः] (પણ) ઉપધિથીપરિગ્રહથી (ध्रुवम् बन्धः) નક્કી બંધ થાય છે; [इति] તેથી [श्रमणाः]
શ્રમણોએ (અર્હંતદેવોએ) [सर्वं] સર્વ પરિગ્રહને [त्यक्तवन्तः] છોડ્યો છે.
ટીકાઃજેમ કાયવ્યાપારપૂર્વક પરપ્રાણવ્યપરોપ અશુદ્ધોપયોગના સદ્ભાવ અને
અસદ્ભાવ વડે અનૈકાંતિક બંધરૂપ હોવાથી તેને (કાયવ્યાપારપૂર્વક પરપ્રાણવ્યપરોપને)
છેદપણું
અનૈકાંતિક માનવામાં આવ્યું છે, તેમ ઉપધિનુંપરિગ્રહનું નથી; પરિગ્રહ સર્વથા
અશુદ્ધોપયોગ વિના હોતો નથી એવું જે પરિગ્રહનું સર્વથા અશુદ્ધોપયોગ સાથે
અવિનાભાવીપણું તેનાથી પ્રસિદ્ધ થતા એકાંતિક અશુદ્ધોપયોગના સદ્ભાવને લીધે પરિગ્રહ
તો એકાંતિક બંધરૂપ છે, માટે તેને (-પરિગ્રહને) છેદપણું
એકાંતિક જ છે. તેથી જ ભગવંત
અર્હંતોએપરમ શ્રમણોએપોતે જ પ્રથમ જ બધાય પરિગ્રહને છોડ્યો છે; અને તેથી
જ બીજાઓએ પણ, અંતરંગ છેદની માફક, પ્રથમ જ બધોય પરિગ્રહ છોડવાયોગ્ય છે,
કારણ કે તે (પરિગ્રહ) અંતરંગ છેદ વિના હોતો નથી.
૧. અનૈકાંતિક = અનિશ્ચિત; નિયમરૂપ ન હોય એવું; એકાંતિક ન હોય એવું.
૨. એકાંતિક = નિશ્ચિત; નિયમરૂપ; અવશ્ય હોનાર.
૪૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-