Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 403 of 513
PDF/HTML Page 434 of 544

 

background image
वक्तव्यमेव किल यत्तदशेषमुक्त -
मेतावतैव यदि चेतयतेऽत्र कोऽपि
व्यामोहजालमतिदुस्तरमेव नूनं
निश्चेतनस्य वचसामतिविस्तरेऽपि
।।१४।।
न भवतीति नियमो नास्ति, परद्रव्ये ममत्वरूपमूर्च्छापरिग्रहेण तु नियमेन भवत्येवेति ।।२१९।। एवं
भावहिंसाव्याख्यानमुख्यत्वेन पञ्चमस्थले गाथाषटंक गतम् इति पूर्वोक्तक्रमेण ‘एवं पणमिय सिद्धे’
इत्याद्येकविंशतिगाथाभिः स्थलपञ्चकेनोत्सर्गचारित्रव्याख्याननामा प्रथमोऽन्तराधिकारः समाप्तः अतः
परं चारित्रस्य देशकालापेक्षयापहृतसंयमरूपेणापवादव्याख्यानार्थं पाठक्रमेण त्रिंशद्गाथाभिर्द्वितीयो-
ऽन्तराधिकारः प्रारभ्यते
तत्र चत्वारि स्थलानि भवन्ति तस्मिन्प्रथमस्थले निर्ग्रन्थमोक्षमार्ग-
स्थापनामुख्यत्वेन ‘ण हि णिरवेक्खो चागो’ इत्यादि गाथापञ्चकम् अत्र टीकायां गाथात्रयं नास्ति
तदनन्तरं सर्वसावद्यप्रत्याख्यानलक्षणसामायिकसंयमासमर्थानां यतीनां संयमशौचज्ञानोपकरण-
निमित्तमपवादव्याख्यानमुख्यत्वेन ‘छेदो जेण ण विज्जदि’ इत्यादि सूत्रत्रयम्
तदनन्तरं स्त्रीनिर्वाण-
निराकरणप्रधानत्वेन ‘पेच्छदि ण हि इह लोगं’ इत्याद्येकादश गाथा भवन्ति ताश्च अमृतचन्द्रटीकायां
सन्ति ततः परं सर्वोपेक्षासंयमासमर्थस्य तपोधनस्य देशकालापेक्षया किंचित्संयमसाधकशरीरस्य
ભાવાર્થઃઅશુદ્ધોપયોગનો અસદ્ભાવ હોય તોપણ કાયાની હલનચલનાદિ ક્રિયા
થતાં પર જીવોના પ્રાણોનો ઘાત થઇ જાય છે. માટે કાયચેષ્ટાપૂર્વક પરપ્રાણોના ઘાતથી બંધ
થવાનો નિયમ નથી;
અશુદ્ધોપયોગના સદ્ભાવમાં થતો જે કાયચેષ્ટાપૂર્વક પરપ્રાણોનો ઘાત
તેનાથી તો બંધ થાય છે, અને અશુદ્ધોપયોગના અસદ્ભાવમાં થતો જે કાયચેષ્ટાપૂર્વક
પરપ્રાણોનો ઘાત તેનાથી બંધ થતો નથી. આ રીતે કાયચેષ્ટાપૂર્વક થતા પરપ્રાણોના ઘાતથી
બંધ થવાનું અનૈકાંતિક હોવાથી તેને છેદપણું અનૈકાંતિક છે
નિયમરૂપ નથી.
જેમ ભાવ વિના પણ પરપ્રાણોનો ઘાત થઈ જાય છે, તેમ ભાવ ન હોય તોપણ
પરિગ્રહનું ગ્રહણ થાય એમ કદી બને નહિ. જ્યાં પરિગ્રહનું ગ્રહણ હોય છે ત્યાં અશુદ્ધોપ-
યોગનો સદ્ભાવ અવશ્ય હોય જ છે. માટે પરિગ્રહથી બંધ થવાનું તો એકાંતિક
નિશ્ચિત
નિયમરૂપ છે. તેથી પરિગ્રહને છેદપણું એકાંતિક છે. આમ હોવાથી જ પરમ શ્રમણ એવા
અર્હંતભગવંતોએ પ્રથમથી જ સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો છે અને અન્ય શ્રમણોએ પણ
પ્રથમથી જ સર્વ પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. ૨૧૯.
[હવે, ‘કહેવાયોગ્ય બધું કહેવાયું છે’ ઇત્યાદિ કથન શ્લોક દ્વારા કરવામાં આવે છેઃ]
[અર્થઃ
] જે કહેવા જેવું જ હતું તે અશેષપણે કહેવાયું છે, એટલાથી જ જો કોઈ
અહીં ચેતેસમજે તો. (બાકી તો,) વાણીનો અતિ વિસ્તાર કરવામાં આવે તોપણ નિશ્ચેતનને
(અણસમજુને, જડ જેવાને) ખરેખર વ્યામોહની (મોહની) જાળ અતિ દુસ્તર છે.
*વસંતતિલકા છંદ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૦૩