विशिष्टकालक्षेत्रवशात्कश्चिदप्रतिषिद्ध इत्यपवादः । यदा हि श्रमणः सर्वोपधिप्रतिषेधमास्थाय
परममुपेक्षासंयमं प्रतिपत्तुकामोऽपि विशिष्टकालक्षेत्रवशावसन्नशक्तिर्न प्रतिपत्तुं क्षमते,
तदापकृष्य संयमं प्रतिपद्यमानस्तद्बहिरङ्गसाधनमात्रमुपधिमातिष्ठते । स तु तथास्थीयमानो न
खलूपधित्वाच्छेदः, प्रत्युत छेदप्रतिषेध एव । यः किलाशुद्धोपयोगाविनाभावी स छेदः । अयं
तु श्रामण्यपर्यायसहकारिकारणशरीरवृत्तिहेतुभूताहारनिर्हारादिग्रहणविसर्जनविषयच्छेदप्रतिषेधार्थ-
मुपादीयमानः सर्वथा शुद्धोपयोगाविनाभूतत्वाच्छेदप्रतिषेध एव स्यात् ।।२२२।।
अथाप्रतिषिद्धोपधिस्वरूपमुपदिशति —
अप्पडिकुट्ठं उवधिं अपत्थणिज्जं असंजदजणेहिं ।
मुच्छादिजणणरहिदं गेण्हदु समणो जदि वि अप्पं ।।२२३।।
निश्चयव्यवहारमोक्षमार्गसहकारिकारणत्वेनाप्रतिषिद्धमुपधिमुपकरणरूपोपधिं, अपत्थणिज्जं असंजदजणेहिं
अप्रार्थनीयं निर्विकारात्मोपलब्धिलक्षणभावसंयमरहितस्यासंयतजनस्यानभिलषणीयम्, मुच्छादिजणणरहिदं
છે — એમ ઉત્સર્ગ ( – સામાન્ય નિયમ) છે; અને વિશિષ્ટ કાળક્ષેત્રને વશ કોઇક ઉપધિ
અનિષિદ્ધ છે — એમ અપવાદ છે. જ્યારે શ્રમણ સર્વ ઉપધિના નિષેધનો આશ્રય કરીને
૧પરમોપેક્ષાસંયમને પ્રાપ્ત કરવાનો ઇચ્છક હોવા છતાં પણ વિશિષ્ટ કાળક્ષેત્રના વશે
હીનશક્તિવાળો હોવાથી તેને પ્રાપ્ત કરવાને અસમર્થ હોય છે, ત્યારે તેમાં ૨અપકર્ષણ કરીને
(અનુત્કૃષ્ટ) સંયમ પ્રાપ્ત કરતો થકો તેના બહિરંગ સાધનમાત્ર ઉપધિનો આશ્રય કરે છે. એ રીતે
જેનો આશ્રય કરવામાં આવે છે એવો તે ઉપધિ ઉપધિપણાને લીધે ખરેખર છેદરૂપ નથી, ઊલટો
છેદના નિષેધરૂપ (-ત્યાગરૂપ) જ છે. જે (ઉપધિ) અશુદ્ધોપયોગ વિના હોતો નથી તે છેદ છે.
પરંતુ આ (સંયમના બાહ્યસાધનમાત્રભૂત ઉપધિ) તો શ્રામણ્યપર્યાયના સહકારી કારણભૂત
શરીરની વૃત્તિના હેતુભૂત આહાર -નીહારાદિનાં ૩ગ્રહણ -વિસર્જન સંબંધી છેદના નિષેધને અર્થે
ગ્રહવામાં આવતો હોવાથી સર્વથા શુદ્ધોપયોગ સહિત છે તેથી છેદના નિષેધરૂપ જ છે. ૨૨૨.
હવે અનિષિદ્ધ ઉપધિનું સ્વરૂપ ઉપદેશે છેઃ —
ઉપધિ અનિંદિતને, અસંયત જન થકી અણપ્રાર્થ્યને,
મૂર્છાદિજનનરહિતને જ ગ્રહો શ્રમણ, થોડો ભલે. ૨૨૩.
૧. પરમોપેક્ષાસંયમ = પરમ -ઉપેક્ષાસંયમ. [ઉત્સર્ગ, નિશ્ચયનય, સર્વપરિત્યાગ, પરમોપેક્ષાસંયમ, વીતરાગ-
ચારિત્ર અને શુદ્ધોપયોગ — એ બધાં એકાર્થ છે.]
૨. અપકર્ષણ = ઓછપ. [અપવાદ, વ્યવહારનય, એકદેશપરિત્યાગ, અપહૃતસંયમ (હીણો – ઓછપવાળો
સંયમ), સરાગચારિત્ર અને શુભોપયોગ — એ બધાં એકાર્થ છે. ૩. ગ્રહણ -વિસર્જન = ગ્રહણ -ત્યાગ
૪૦૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-