Pravachansar (Gujarati). Gatha: 227.

< Previous Page   Next Page >


Page 417 of 513
PDF/HTML Page 448 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૧૭
भविष्यदमर्त्यादिभावानुभूतितृष्णाशून्यत्वेन परलोकाप्रतिबद्धत्वाच्च, परिच्छेद्यार्थोपलम्भप्रसिद्धयर्थ-
प्रदीपपूरणोत्सर्पणस्थानीयाभ्यां शुद्धात्मतत्त्वोपलम्भप्रसिद्धयर्थतच्छरीरसम्भोजनसञ्चलनाभ्यां
युक्ताहारविहारो हि स्यात्
श्रमणः इदमत्र तात्पर्यम्यतो हि रहितकषायः ततो न
तच्छरीरानुरागेण दिव्यशरीरानुरागेण वाहारविहारयोरयुक्त्या प्रवर्तेत शुद्धात्मतत्त्वोपलम्भ-
साधकश्रामण्यपर्यायपालनायैव केवलं युक्ताहारविहारः स्यात् ।।२२६।।
अथ युक्ताहारविहारः साक्षादनाहारविहार एवेत्युपदिशति
जस्स अणेसणमप्पा तं पि तवो तप्पडिच्छगा समणा
अण्णं भिक्खमणेसणमध ते समणा अणाहारा ।।२२७।।

संवित्त्यवष्टम्भबलेन रहितकषायश्चेति अयमत्र भावार्थःयोऽसौ इहलोकपरलोकनिरपेक्षत्वेन निःकषायत्वेन च प्रदीपस्थानीयशरीरे तैलस्थानीयं ग्रासमात्रं दत्वा घटपटादिप्रकाश्यपदार्थस्थानीयं निजपरमात्मपदार्थमेव निरीक्षते स एव युक्ताहारविहारो भवति, न पुनरन्यः शरीरपोषणनिरत इति ।।२२६।। अथ पञ्चदशप्रमादैस्तपोधनः प्रमत्तो भवतीति प्रतिपादयति હોવાથી, તે કાળે (વર્તમાન કાળે) મનુષ્યપણું હોવા છતાં પણ (પોતે) સમસ્ત મનુષ્ય- વ્યવહારથી બહિર્ભૂત હોવાને લીધે આ લોક પ્રત્યે નિરપેક્ષ (નિઃસ્પૃહ) છે, તેમ જ ભવિષ્યમાં થનારા દેવાદિ ભાવો અનુભવવાની તૃષ્ણાથી શૂન્ય હોવાને લીધે પર લોક પ્રત્યે અપ્રતિબદ્ધ છે; તેથી, જેમ જ્ઞેય પદાર્થોના જ્ઞાનની સિદ્ધિને માટે (ઘટપટાદિ પદાર્થોને જોવા માટે જ) દીવામાં તેલ પૂરવામાં આવે છે અને દીવાને ખસેડવામાં આવે છે તેમ, શ્રમણ શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિની સિદ્ધિને માટે (શુદ્ધાત્માને પ્રાપ્ત કરવા માટે જ) તે શરીરને ખવડાવતો અને ચલાવતો હોવાથી યુક્તાહારવિહારી હોય છે.

આ અહીં તાત્પર્ય છેઃ શ્રમણ કષાયરહિત છે તેથી તે શરીરના (વર્તમાન મનુષ્યશરીરના) અનુરાગથી કે દિવ્ય શરીરના (ભવિષ્યના દેવશરીરના) અનુરાગથી એ આહાર -વિહારમાં અયુક્તપણે પ્રવર્તતો નથી; શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિના સાધકભૂત શ્રામણ્યપર્યાયના પાલનને માટે જ કેવળ યુક્તાહારવિહારી હોય છે. ૨૨૬.

હવે, યુક્તાહારવિહારી સાક્ષાત્ અનાહારવિહારી (અનાહારી અને અવિહારી) જ છે એમ ઉપદેશે છેઃ

આત્મા અનેષક તે ય તપ, તત્સિદ્ધિમાં ઉદ્યત રહી
વણ -એષણા ભિક્ષા વળી, તેથી અનાહારી મુનિ. ૨૨૭.
૧. બહિર્ભૂત = બહાર; રહિત; ઉદાસીન.
પ્ર. ૫૩