यस्यानेषण आत्मा तदपि तपः तत्प्रत्येषकाः श्रमणाः ।
अन्यद्भैक्षमनेषणमथ ते श्रमणा अनाहाराः ।।२२७।।
स्वयमनशनस्वभावत्वादेषणादोषशून्यभैक्ष्यत्वाच्च, युक्ताहारः साक्षादनाहार एव स्यात् ।
तथाहि — यस्य सकलकालमेव सकलपुद्गलाहरणशून्यमात्मानमवबुद्धयमानस्य सकलाशनतृष्णा-
शून्यत्वात्स्वयमनशन एव स्वभावः, तदेव तस्यानशनं नाम तपोऽन्तरङ्गस्य बलीयस्त्वात्;
इति कृत्वा ये तं स्वयमनशनस्वभावं भावयन्ति श्रमणाः, तत्प्रतिषिद्धये चैषणादोषशून्य-
कोहादिएहि चउहि वि विकहाहि तहिंदियाणमत्थेहिं ।
समणो हवदि पमत्तो उवजुत्तो णेहणिद्दाहिं ।।“३१।।
हवदि क्रोधादिपञ्चदशप्रमादरहितचिच्चमत्कारमात्रात्मतत्त्वभावनाच्युतः सन् भवति । स कः
कर्ता । समणो सुखदुःखादिसमचित्तः श्रमणः । किंविशिष्टो भवति । पमत्तो प्रमत्तः प्रमादी । कैः कृत्वा ।
कोहादिएहि चउहि वि चतुर्भिरपि क्रोधादिभिः, विकहाहि स्त्रीभक्तचोरराजकथाभिः, तहिंदियाणमत्थेहिं तथैव
पञ्चेन्द्रियाणामर्थैः स्पर्शादिविषयैः । पुनरपि किंरूपः। उवजुत्तो उपयुक्तः परिणतः । काभ्याम् । णेहणिद्दाहिं
स्नेहनिद्राभ्यामिति ।।“३१।। अथ युक्ताहारविहारतपोधनस्वरूपमुपदिशति – जस्स यस्य मुनेः संबन्धी अप्पा
आत्मा । किंविशिष्टः । अणेसणं स्वकीयशुद्धात्मतत्त्वभावनोत्पन्नसुखामृताहारेण तृप्तत्वान्न विद्यते
અન્વયાર્થઃ — [यस्य आत्मा अनेषणः] જેનો આત્મા એષણારહિત છે (અર્થાત્ જે
અનશનસ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઇચ્છા રહિત છે) [तत्
अपि तपः] તેને તે પણ તપ છે; (વળી) [तत्प्रत्येषकाः] તેને પ્રાપ્ત કરવા માટે ( – અનશનસ્વભાવી
આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે) પ્રયત્ન કરનારા [श्रमणाः] એવા જે શ્રમણો તેમને
[अन्यत् भैक्षम्] અન્ય ( – સ્વરૂપથી જુદી એવી) ભિક્ષા [अनेषणम्] એષણા વિના ( – એષણાદોષ
રહિત) હોય છે; [अथ] તેથી [ते श्रमणाः] તે શ્રમણો [अनाहाराः] અનાહારી છે.
ટીકાઃ — (૧) સ્વયં અનશનસ્વભાવી હોવાથી (અર્થાત્ પોતાના આત્માને સ્વયં
અનશનસ્વભાવી જાણતો હોવાથી) અને (૨) એષણાદોષશૂન્ય ભિક્ષાવાળો હોવાથી,
યુક્તાહારી ( – યુક્તાહારવાળો શ્રમણ) સાક્ષાત્ અનાહારી જ છે. તે આ પ્રમાણેઃ — સદાય
સમસ્ત પુદ્ગલના આહારથી શૂન્ય એવા આત્માને જાણતો થકો સમસ્ત અશનતૃષ્ણા રહિત
હોવાને લીધે જેનો ૧સ્વયં અનશન જ સ્વભાવ છે, તે જ તેને અનશન નામનું તપ છે,
કારણ કે અંતરંગનું વિશેષ બળવાનપણું છે; — આમ સમજીને જે શ્રમણો (૧) આત્માને
સ્વયં અનશનસ્વભાવી ભાવે છે ( – સમજે છે, અનુભવે છે) અને (૨) તેની સિદ્ધિને માટે
( – પૂર્ણ પ્રાપ્તિને માટે ) એષણાદોષશૂન્ય એવી અન્ય ( – પરરૂપ) ભિક્ષા આચરે છે, તેઓ
૧. સ્વયં = પોતાની મેળે; પોતાથી; સહજપણે. [પોતાના આત્માને સ્વયં અનશનસ્વભાવી જાણવો તે
જ અનશન નામનું તપ છે.]
૪૧૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-