मन्यद्भैक्षं चरन्ति, ते किलाहरन्तोऽप्यनाहरन्त इव युक्ताहारत्वेन स्वभावपरभावप्रत्यय-
बन्धाभावात्साक्षादनाहारा एव भवन्ति । एवं स्वयमविहारस्वभावत्वात्समितिशुद्धविहारत्वाच्च
युक्तविहारः साक्षादविहार एव स्यात् इत्यनुक्तमपि गम्येतेति ।।२२७।।
अथ कुतो युक्ताहारत्वं सिद्धयतीत्युपदिशति —
केवलदेहो समणो देहे ण मम त्ति रहिदपरिकम्मो ।
आजुत्तो तं तवसा अणिगूहिय अप्पणो सत्तिं ।।२२८।।
केवलदेहः श्रमणो देहे न ममेति रहितपरिकर्मा ।
आयुक्तबांस्तं तपसा अनिगूह्यात्मनः शक्तिम् ।।२२८।।
एषणमाहाराकाङ्क्षा यस्य स भवत्यनेषणः, तं पि तवो तस्य तदेव निश्चयेन निराहारात्मभावना-
रूपमुपवासलक्षणं तपः, तप्पडिच्छगा समणा तत्प्रत्येषकाः श्रमणाः, तन्निश्चयोपवासलक्षणं तपः
प्रतीच्छन्ति तत्प्रत्येषकाः श्रमणाः । पुनरपि किं येषाम् । अण्णं निजपरमात्मतत्त्वादन्यद्भिन्नं हेयम् ।
किम् । अणेसणं अन्नस्याहारस्यैषणं वाच्छा अन्नैषणम् । कथंभूतम् । भिक्खं भिक्षायां भवं भैक्ष्यं । अध
अथ अहो, ते समणा अणाहारा ते अनशनादिगुणविशिष्टाः श्रमणा आहारग्रहणेऽप्यनाहारा भवन्ति । तथैव
च निःक्रियपरमात्मानं ये भावयन्ति, पञ्चसमितिसहिता विहरन्ति च, ते विहारेऽप्यविहारा
भवन्तीत्यर्थः ।।२२७।। अथ तदेवानाहारकत्वं प्रकारान्तरेण प्राह – केवलदेहो केवलदेहोऽन्यपरिग्रहरहितो
આહાર કરતા હોવા છતાં આહાર ન કરતા હોય એવા હોવાથી સાક્ષાત્ અનાહારી જ છે,
કારણ કે યુક્તાહારીપણાને લીધે તેમને સ્વભાવ તેમ જ પરભાવના નિમિત્તે બંધ થતો નથી.
એ પ્રમાણે (જેમ યુક્તાહારી સાક્ષાત્ અનાહારી જ છે એમ કહેવામાં આવ્યું તે
પ્રમાણે), (૧) સ્વયં અવિહારસ્વભાવી હોવાથી અને (૨) સમિતિશુદ્ધ ( – ઈર્યાસમિતિ વડે
શુદ્ધ એવા) વિહારવાળો હોવાથી યુક્તવિહારી ( – યુક્તવિહારવાળો શ્રમણ) સાક્ષાત્
અવિહારી જ છે — એમ, અનુક્ત હોવા છતાં પણ ( – ગાથામાં નહિ કહ્યું હોવા છતાં પણ),
સમજવું. ૨૨૭.
હવે, (શ્રમણને) યુક્તાહારીપણું કઈ રીતે સિદ્ધ થાય છે તે ઉપદેશે છેઃ —
કેવલશરીર મુનિ ત્યાંય ‘મારું ન’ જાણી વણ -પ્રતિકર્મ છે,
નિજ શક્તિના ગોપન વિના તપ સાથ તન યોજેલ છે. ૨૨૮.
અન્વયાર્થઃ — [केवलदेहः श्रमणः] કેવળદેહી શ્રમણે ( – જેને માત્ર દેહરૂપ પરિગ્રહ જ
વર્તે છે એવા મુનિએ) [देहे] દેહમાં પણ [न मम इति] ‘મારો નથી’ એમ સમજીને [रहित-
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૧૯