यतो हि श्रमणः श्रामण्यपर्यायसहकारिकारणत्वेन केवलदेहमात्रस्योपधेः प्रसह्या-
प्रतिषेधकत्वात्केवलदेहत्वे सत्यपि देहे ‘किं किंचण’ इत्यादिप्राक्तनसूत्रद्योतितपरमेश्वराभिप्राय-
परिग्रहेण न नाम ममायं ततो नानुग्रहार्हः किन्तूपेक्ष्य एवेति परित्यक्तसमस्तसंस्कारत्वाद्रहित-
परिकर्मा स्यात् । ततस्तन्ममत्वपूर्वकानुचिताहारग्रहणाभावाद्युक्ताहारत्वं सिद्धयेत् । यतश्च
समस्तामप्यात्मशक्तिं प्रकटयन्ननन्तरसूत्रोदितेनानशनस्वभावलक्षणेन तपसा तं देहं सर्वारम्भेणा-
भियुक्तवान् स्यात्, तत आहारग्रहणपरिणामात्मकयोगध्वंसाभावाद्युक्तस्यैवाहारेण च युक्ताहारत्वं
सिद्धयेत् ।।२२८।।
भवति । स कः कर्ता । समणो निन्दाप्रशंसादिसमचित्तः श्रमणः । तर्हि किं देहे ममत्वं भविष्यति । नैवं ।
देहे वि ममत्तरहिदपरिकम्मो देहेऽपि ममत्वरहितपरिकर्मा, ‘‘ममत्तिं परिवज्जामि णिम्ममत्तिं उवट्ठिदो ।
आलंबणं च मे आदा अवसेसाइं वोसरे ।।’’ इति श्लोककथितक्रमेण देहेऽपि ममत्वरहितः । आजुत्तो
तं तवसा आयुक्तवान् आयोजितवांस्तं देहं तपसा । किं कृत्वा । अणिगूहिय अनिगूह्य प्रच्छादनमकृत्वा ।
कां । अप्पणो सत्तिं आत्मनः शक्तिमिति । अनेन किमुक्तं भवति – यः कोऽपि देहाच्छेषपरिग्रहं त्यक्त्वा
परिकर्मा] ૧પરિકર્મ રહિત વર્તતાં થકાં, [आत्मनः] પોતાના આત્માની [शक्तिं] શક્તિને [अनिगूह्य]
ગોપવ્યા વિના [तपसा] તપ સાથે [तं] તેને ( – દેહને) [आयुक्तवान्] યુક્ત કર્યો ( – જોડ્યો) છે.
ટીકાઃ — શ્રામણ્યપર્યાયના સહકારી કારણ તરીકે કેવળ દેહમાત્ર ઉપધિને શ્રમણ
જોરથી – હઠથી નહિ નિષેધતો હોવાને લીધે તે કેવળ દેહવાળો છે; એમ (દેહવાળો) હોવા છતાં
પણ, ‘किं किंचण’ ઇત્યાદિ પૂર્વસૂત્ર (૨૨૪ મી ગાથા) વડે પ્રકાશિત કરવામાં આવેલા
પરમેશ્વરના અભિપ્રાયનું ગ્રહણ કરી ‘આ (દેહ) ખરેખર મારો નથી, તેથી તે અનુગ્રહયોગ્ય
નથી પરંતુ ઉપેક્ષાયોગ્ય જ છે’ એમ દેહમાં સમસ્ત સંસ્કારને છોડેલ હોવાથી ૧પરિકર્મ રહિત
છે; તેથી તેને દેહના મમત્વપૂર્વક અનુચિત આહારગ્રહણનો અભાવ હોવાને લીધે
યુક્તાહારીપણું સિદ્ધ થાય છે. વળી (બીજી રીતે), તેણે (આત્મશક્તિને જરાય ગોપવ્યા વિના)
સઘળીયે આત્મશક્તિને પ્રગટ કરીને, છેલ્લા સૂત્ર (૨૨૭ મી ગાથા) દ્વારા કહેવામાં આવેલા
૨અનશનસ્વભાવલક્ષણ તપ સાથે તે દેહને સર્વ આરંભથી (ઉદ્યમથી) યુક્ત કર્યો ( – જોડ્યો)
છે; તેથી આહારગ્રહણના પરિણામસ્વરૂપ જે ૩યોગધ્વંસ તેનો અભાવ હોવાને લીધે તેનો
આહાર યુક્તનો ( – યોગીનો) આહાર છે; માટે તેને યુક્તાહારીપણું સિદ્ધ થાય છે.
૧. પરિકર્મ = શોભા; શણગાર; સંસ્કાર; પ્રતિકર્મ.
૨. અનશનસ્વભાવલક્ષણ તપ = અનશનસ્વભાવ જેનું લક્ષણ છે એવું તપ. [જે આત્માના
અનશનસ્વભાવને જાણે છે તેને અનશનસ્વભાવલક્ષણ તપ વર્તે છે.]
૩. યોગધ્વંસ = યોગનો નાશ. [‘આહાર ગ્રહવાનો આત્માનો સ્વભાવ છે’ એવા પરિણામે પરિણમવું
તે યોગધ્વંસ છે. શ્રમણને આવો યોગધ્વંસ નહિ હોવાથી તે યુક્ત અર્થાત્ યોગી છે અને તેથી
તેનો આહાર યુક્તાહાર અર્થાત્ યોગીનો આહાર છે.]
૪૨૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-