( – યોગ્ય) નથી (અર્થાત્ તે યુક્તાહાર નથી); વળી (૨) અનેક વખત આહારનો સેવનાર
શરીરના અનુરાગ વડે સેવનારો હોવાથી તે આહાર ૧યુક્તનો ( – યોગીનો) નથી (અર્થાત્
તે યુક્તાહાર નથી).
૨અપૂર્ણોદર આહાર તે જ યુક્તાહાર છે, કારણ કે તે જ ૩પ્રતિહત ૪યોગ વિનાનોછે. [પૂર્ણોદર આહાર યુક્તાહાર નથી એમ નીચે પ્રમાણે બે પ્રકારે સિદ્ધ થાય છેઃ] (૧) પૂર્ણોદર આહાર તો પ્રતિહત યોગવાળો હોવાથી કથંચિત્ હિંસાયતન બનતો થકો યુક્ત( – યોગ્ય) નથી; વળી (૨) પૂર્ણોદર આહાર કરનાર પ્રતિહત યોગવાળો હોવાથી તે આહારયુક્તનો ( – યોગીનો) નથી.
યથાલબ્ધ આહાર તે જ યુક્તાહાર છે, કારણ કે તે જ (આહાર) વિશેષપ્રિયતાસ્વરૂપઅનુરાગથી શૂન્ય છે. (૧) ૫અયથાલબ્ધ આહાર તો વિશેષપ્રિયતાસ્વરૂપ અનુરાગ વડેસેવવામાં આવતો હોવાથી અત્યંતપણે હિંસાયતન કરવામાં આવતો થકો યુક્ત ( – યોગ્ય)નથી; વળી (૨) અયથાલબ્ધ આહારનો સેવનાર વિશેષપ્રિયતાસ્વરૂપ અનુરાગ વડે સેવનારો હોવાથી તે આહાર યુક્તનો ( – યોગીનો) નથી.૧. યુક્ત = આત્મસ્વભાવમાં જોડાણવાળો; યોગી. ૨. અપૂર્ણોદર = પેટ ભરીને નહિ એવો; ઊણોદર. ૩. પ્રતિહત = હણાયેલ; નષ્ટ; રોકાયેલ; વિઘ્ન પામેલ. ૪. યોગ = આત્મસ્વભાવમાં જોડાણ ૫. અયથાલબ્ધ = જેવો મળે તેવો નહિ પણ પોતાની પસંદગીનો; સ્વેચ્છાલબ્ધ.