संयमामृतभारस्य तपसोऽनवकाशतयाशक्यप्रतिकारो महान् लेपो भवति, तन्न श्रेयानपवाद-
निरपेक्ष उत्सर्गः । देशकालज्ञस्यापि बालवृद्धश्रान्तग्लानत्वानुरोधेनाहारविहारयोरल्पलेपत्वं
तपसोऽनवकाशतयाशक्यप्रतिकारो महान् लेपो भवति, तन्न श्रेयानुत्सर्गनिरपेक्षोऽपवादः ।
सापेक्षोत्सर्गापवादविजृम्भितवृत्तिः स्याद्वादः ।।२३१।।
पथ्यादिसावद्यभयेन व्याधिव्यथादिप्रतीकारमकृत्वा शुद्धात्मभावनां न करोति तर्हि महान् लेपो भवति;
अथवा प्रतीकारे प्रवर्तमानोऽपि हरीतकीव्याजेन गुडभक्षणवदिन्द्रियसुखलाम्पटयेन संयमविराधनां
करोति तदापि महान् लेपो भवति । ततः कारणादुत्सर्गनिरपेक्षमपवादं त्यक्त्वा शुद्धात्मभावनारूपं
દેશકાલજ્ઞને પણ, જો તે બાળ -વૃદ્ધ -શ્રાંત -ગ્લાનત્વના અનુરોધ વડે જે આહારવિહાર તેનાથી થતા અલ્પ લેપના ભયને લીધે તેમાં ન પ્રવર્તે તો (અર્થાત્ અપવાદના આશ્રયે થતા અલ્પ બંધના ભયને લીધે ઉત્સર્ગની હઠ કરી અપવાદમાં ન પ્રવર્તે તો), અતિ કર્કશ આચરણરૂપ થઇને અક્રમે શરીર પાડી નાખીને દેવલોકને પામીને જેણે સમસ્ત સંયમામૃતનો સમૂહ વમી નાખ્યો છે એવા તેને તપનો અવકાશ નહિ રહેવાથી, જેનો પ્રતિકાર અશક્ય છે એવો મહાન લેપ થાય છે, તેથી અપવાદનિરપેક્ષ ઉત્સર્ગ શ્રેય નથી.
દેશકાલજ્ઞને પણ, જો તે બાળ -વૃદ્ધ -શ્રાંત -ગ્લાનત્વના અનુરોધ વડે જે આહારવિહાર તેનાથી થતા અલ્પ લેપને નહિ ગણીને તેમાં ૧યથેષ્ટ પ્રવર્તે તો (અર્થાત્ અપવાદથી થતા અલ્પ બંધ પ્રત્યે બેદરકાર થઇને ઉત્સર્ગરૂપ ધ્યેયને ચૂકીને અપવાદમાં સ્વચ્છંદે પ્રવર્તે તો), મૃદુ આચરણરૂપ થઇને સંયમ વિરાધીને અસંયત જન સમાન થયેલા એવા તેને તે કાળે તપનો અવકાશ નહિ રહેવાથી, જેનો પ્રતિકાર અશક્ય છે એવો મહાન લેપ થાય છે, તેથી ઉત્સર્ગનિરપેક્ષ અપવાદ શ્રેય નથી.
આથી (એમ કહ્યું કે) ઉત્સર્ગ અને અપવાદના વિરોધ વડે થતું જે આચરણનું દુઃસ્થિતપણું તે સર્વથા નિષેધ્ય (ત્યાજ્ય) છે અને, તે અર્થે જ, પરસ્પર સાપેક્ષ એવા ઉત્સર્ગ અને અપવાદ વડે જેની વૃત્તિ ( – હયાતી, કાર્ય) પ્રગટ થાય છે એવો સ્યાદ્વાદ સર્વથા અનુગમ્ય (અનુસરવાયોગ્ય ) છે. ૧. યથેષ્ટ = ઇચ્છા પ્રમાણે; મરજી પ્રમાણે.