श्चित्सामान्यविशेषभासिनि निजद्रव्ये करोतु स्थितिम् ।।१५।।
ભાવાર્થઃ — જ્યાં સુધી શુદ્ધોપયોગમાં જ લીન ન થઇ જવાય ત્યાં સુધી શ્રમણે આચરણની સુસ્થિતિ અર્થે ઉત્સર્ગ ને અપવાદની મૈત્રી સાધવી જોઈએ. તેણે પોતાની નિર્બળતાનો ખ્યાલ રાખ્યા વિના એકલા ઉત્સર્ગનો આગ્રહ રાખીને કેવળ અતિ કર્કશ આચરણની હઠ ન કરવી જોઈએ, તેમ જ ઉત્સર્ગરૂપ ધ્યેયને ચૂકીને એકલા અપવાદના આશ્રયે કેવળ મૃદુ આચરણરૂપ શિથિલતા પણ ન સેવવી જોઈએ. હઠ પણ ન થાય અને શિથિલતા પણ ન સેવાય એમ વર્તવું જોઈએ. સર્વજ્ઞ ભગવાનનો માર્ગ અનેકાન્ત છે. પોતાની દશા તપાસીને જે રીતે એકંદરે લાભ થાય તે રીતે વર્તવાનો ભગવાનનો ઉપદેશ છે. પોતાની ગમે તે (સબળ કે નિર્બળ) સ્થિતિ હોય તોપણ એક જ પ્રકારે વર્તવું એવો જિનમાર્ગ નથી. ૨૩૧.
(હવે શ્લોક દ્વારા આત્મદ્રવ્યમાં સ્થિર થવાનું કહીને ‘આચરણપ્રજ્ઞાપન’ પૂર્ણ કરવામાં આવે છેઃ)
(અર્થઃ — ) એ પ્રમાણે વિશિષ્ટ +આદરવાળા પુરાણ પુરુષોએ સેવેલું, ઉત્સર્ગ અને અપવાદ દ્વારા ઘણી પૃથક્ પૃથક્ ભૂમિકાઓમાં વ્યાપતું જે ચરણ ( – ચારિત્ર) તેને યતિ પ્રાપ્ત કરીને, ક્રમશઃ અતુલ નિવૃત્તિ કરીને, ચૈતન્યસામાન્ય અને ચૈતન્યવિશેષરૂપ જેનો પ્રકાશ છે એવા નિજદ્રવ્યમાં સર્વતઃ સ્થિતિ કરો.
આ રીતે આચરણપ્રજ્ઞાપન સમાપ્ત થયું. *શાર્દૂલવિક્રીડિત છંદ +આદર = કાળજી; સાવધાની; પ્રયત્ન; બહુમાન.