अथ श्रामण्यापरनाम्नो मोक्षमार्गस्यैकाग्र्यलक्षणस्य प्रज्ञापनम् । तत्र तन्मूलसाधनभूते प्रथममागम एव व्यापारयति —
श्रमणो हि तावदैकाग्र्यगत एव भवति । ऐकाग्र्यं| तु निश्चितार्थस्यैव भवति । अर्थनिश्चयस्त्वागमादेव भवति । तत आगम एव व्यापारः प्रधानतरः, न चान्या गतिरस्ति । यतो न खल्वागममन्तरेणार्था निश्चेतुं शक्यन्ते, तस्यैव हि त्रिसमयप्रवृत्तत्रिलक्षणसकलपदार्थ- सार्थयाथात्म्यावगमसुस्थितान्तरङ्गगम्भीरत्वात् । न चार्थनिश्चयमन्तरेणैकाग्र्यं सिद्धयेत्, निश्चयव्यवहारमोक्षमार्गोपसंहारमुख्यत्वेन ‘मुज्झदि वा’ इत्यादि चतुर्थस्थले गाथाद्वयम् । एवं स्थलचतुष्टयेन तृतीयान्तराधिकारे समुदायपातनिका । तद्यथा — अथैकाग्र्यगतः श्रमणो भवति
હવે શ્રામણ્ય જેનું બીજું નામ છે એવા એકાગ્રતાલક્ષણવાળા મોક્ષમાર્ગનું પ્રજ્ઞાપન છે. તેમાં પ્રથમ, તેના ( – મોક્ષમાર્ગના) મૂળસાધનભૂત આગમમાં જ વ્યાપાર ( – પ્રવૃત્તિ) કરાવે છેઃ —
અન્વયાર્થઃ — [श्रमणः] શ્રમણ [ऐकाग्र्यतः] એકાગ્રતાને પ્રાપ્ત હોય છે; [ऐकाग्र्यं|] એકાગ્રતા [अर्थेषु निश्चितस्य] પદાર્થોના નિશ્ચયવંતને હોય છે; [निश्चितिः] (પદાર્થોનો) નિશ્ચય [आगमतः] આગમ દ્વારા થાય છે; [ततः] તેથી [आगमचेष्टा] આગમમાં વ્યાપાર [ज्येष्ठा] મુખ્ય છે.
ટીકાઃ — પ્રથમ તો, શ્રમણ ખરેખર એકાગ્રતાને પ્રાપ્ત જ હોય છે; એકાગ્રતા પદાર્થોના નિશ્ચયવંતને જ હોય છે; અને પદાર્થોનો નિશ્ચય આગમ દ્વારા જ થાય છે; તેથી આગમમાં જ વ્યાપાર પ્રધાનતર ( – વિશેષ પ્રધાન) છે; બીજી ગતિ ( – બીજો કોઈ રસ્તો) નથી. તેનું કારણ આ પ્રમાણે છેઃ
ખરેખર આગમ વિના પદાર્થોનો નિશ્ચય કરી શકાતો નથી; કારણ કે આગમ જ, જેને ત્રણે કાળે (ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યરૂપ) ત્રણ લક્ષણો પ્રવર્તે છે એવા સકળપદાર્થસાર્થના યથાતથ જ્ઞાન વડે સુસ્થિત અંતરંગથી ગંભીર છે (અર્થાત્ આગમનું જ અંતરંગ સર્વ