यतोऽनिश्चितार्थस्य कदाचिन्निश्चिकीर्षाकुलितचेतसः समन्ततो दोलायमानस्यात्यन्ततरलतया,
कदाचिच्चिकीर्षाज्वरपरवशस्य विश्वं स्वयं सिसृक्षोर्विश्वव्यापारपरिणतस्य प्रतिक्षणविजृम्भ-
माणक्षोभतया, कदाचिद्बुभुक्षाभावितस्य विश्वं स्वयं भोग्यतयोपादाय रागद्वेषदोषकल्माषित-
चित्तवृत्तेरिष्टानिष्टविभागेन प्रवर्तितद्वैतस्य प्रतिवस्तुपरिणममानस्यात्यन्तविसंष्ठुलतया, कृत-
निश्चयनिःक्रियनिर्भोगं युगपदापीतविश्वमप्यविश्वतयैकं भगवन्तमात्मानमपश्यतः सन्ततं
वैयग्ा्रयमेव स्यात् । न चैकाग्ा्रयमन्तरेण श्रामण्यं सिद्धयेत्, यतोऽनैकाग्ा्रयस्यानेकमेवेदमिति
पश्यतस्तथाप्रत्ययाभिनिविष्टस्यानेकमेवेदमिति जानतस्तथानुभूतिभावितस्यानेकमेवेदमिति
प्रत्यर्थविकल्पव्यावृत्तचेतसा सन्ततं प्रवर्तमानस्य तथावृत्तिदुःस्थितस्य चैकात्मप्रतीत्यनुभूति-
तच्चैकाग्ाा
ाा
ा
यमागमपरिज्ञानादेव भवतीति प्रकाशयति — एयग्गगदो समणो ऐकाग्रयगतः श्रमणो भवति ।
अत्रायमर्थः — जगत्त्रयकालत्रयवर्तिसमस्तद्रव्यगुणपर्यायैकसमयपरिच्छित्तिसमर्थसकलविमलकेवल-
ज्ञानलक्षणनिजपरमात्मतत्त्वसम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपमैकाग्ाा
ाा
ा
यं भण्यते । तत्र गतस्तन्मयत्वेन परिणतः
પદાર્થોના સમૂહના યથાર્થ જ્ઞાન વડે સુસ્થિત છે માટે આગમ જ સમસ્ત પદાર્થોના યથાર્થ
જ્ઞાનથી ગંભીર છે).
વળી પદાર્થોના નિશ્ચય વિના એકાગ્રતા સિદ્ધ થતી નથી; કારણ કે, જેને પદાર્થોનો
નિશ્ચય નથી તે (૧) કદાચિત્ નિશ્ચય કરવાની ઇચ્છાથી આકુળતા પામતા ચિત્તને લીધે
સર્વતઃ દોલાયમાન ( – ડામાડોળ) થવાથી અત્યંત તરલતા પામે છે, (૨) કદાચિત્ કરવાની
ઇચ્છારૂપ જ્વર વડે પરવશ થયો થકો વિશ્વને ( – સમસ્ત પદાર્થોને) સ્વયં સર્જવાને ઇચ્છતો
થકો વિશ્વવ્યાપારરૂપે ( – સમસ્ત પદાર્થોની પ્રવૃત્તિરૂપે) પરિણમતો હોવાથી પ્રતિક્ષણ ક્ષોભની
પ્રગટતા પામે છે, અને (૩) કદાચિત્ ભોગવવાની ઇચ્છાથી ભાવિત થયો થકો વિશ્વને સ્વયં
ભોગ્યપણે ગ્રહણ કરીને, રાગદ્વેષરૂપ દોષથી કલુષિત ચિત્તવૃત્તિને લીધે (વસ્તુઓમાં) ઇષ્ટ-
અનિષ્ટ વિભાગ વડે દ્વૈત પ્રવર્તાવતો થકો પ્રત્યેક વસ્તુરૂપે પરિણમતો હોવાથી અત્યંત
અસ્થિરતા પામે છે, તેથી ( – પૂર્વોક્ત ત્રણ કારણોને લીધે) તે અનિશ્ચયી જીવ (૧) કૃતનિશ્ચય
(નિશ્ચયવંત), (૨) નિષ્ક્રિય અને (૩) નિર્ભોગ એવા ભગવાન આત્માને — કે જે યુગપદ્
વિશ્વને પી જતો હોવા છતાં વિશ્વપણે નહિ થવાથી એક છે તેને — નહિ દેખતો હોવાને લીધે
તેને સતત વ્યગ્રતા જ હોય છે ( – એકાગ્રતા હોતી નથી).
વળી એકાગ્રતા વિના શ્રામણ્ય સિદ્ધ થતું નથી; કારણ કે, જેને એકાગ્રતા નથી તે
જીવ (૧) ‘આ અનેક જ છે’ એમ દેખતો ( – શ્રદ્ધતો) થકો તે પ્રકારની પ્રતીતિમાં
૧અભિનિવિષ્ટ હોય છે, (૨) ‘આ અનેક જ છે’ એમ જાણતો થકો તે પ્રકારની અનુભૂતિથી
ભાવિત હોય છે, અને (૩) ‘આ અનેક જ છે’ એમ દરેક પદાર્થના વિકલ્પથી ખંડિત
( – છિન્નભિન્ન) ચિત્ત સહિત સતત પ્રવર્તતો થકો તે પ્રકારની ૨વૃત્તિથી દુઃસ્થિત હોય છે,
૧. અભિનિવિષ્ટ = આગ્રહી; દ્રઢ; મચેલો. ૨. વૃત્તિ = વર્તન; વર્તવું તે; ચારિત્ર.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૩૧