अथागमहीनस्य मोक्षाख्यं कर्मक्षपणं न सम्भवतीति प्रतिपादयति — श्रमणो भवति । एयग्गं णिच्छिदस्स ऐकाग्ग्ग्ग्ग्ाा ाा ा
टङ्कोत्कीर्णज्ञायकैकस्वभावो योऽसौ परमात्मपदार्थस्तत्प्रभृतिष्वर्थेषु । णिच्छित्ती आगमदो सा च पदार्थनिश्चित्तिरागमतो भवति । तथाहि — जीवभेदकर्मभेदप्रतिपादकागमाभ्यासाद्भभवति, न केवल- मागमाभ्यासात्तथैवागमपदसारभूताच्चिदानन्दैकपरमात्मतत्त्वप्रकाशकादध्यात्माभिधानात्परमागमाच्च पदार्थ- परिच्छित्तिर्भवति । आगमचेट्ठा तदो जेट्ठा ततः कारणादेवमुक्तलक्षणागमे परमागमे च चेष्टा प्रवृत्तिः ज्येष्ठा श्रेष्ठा प्रशस्येत्यर्थः ।।२३२।। अथागमपरिज्ञानहीनस्य कर्मक्षपणं न भवतीति प्ररूपयति — आगमहीणो તેથી તેને એક આત્માની પ્રતીતિ -અનુભૂતિ -વૃત્તિસ્વરૂપ સમ્યગ્દર્શન -જ્ઞાન -ચારિત્રપરિણતિએ પ્રવર્તતી જે ૧દ્રશિ -જ્ઞપ્તિ -વૃત્તિરૂપ આત્મતત્ત્વમાં એકાગ્રતા તેનો અભાવ હોવાથી શુદ્ધાત્મ- તત્ત્વપ્રવૃત્તિરૂપ શ્રામણ્ય જ (શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવૃત્તિરૂપ મુનિપણું જ) હોતું નથી.
આથી (એમ કહ્યું કે) મોક્ષમાર્ગ જેનું બીજું નામ છે એવા શ્રામણ્યની સર્વ પ્રકારે સિદ્ધિ કરવા માટે મુમુક્ષુએ ભગવાન અર્હંત સર્વજ્ઞથી ઉપજ્ઞ ( – સ્વયં જાણીને કહેવાયેલા) શબ્દબ્રહ્મમાં — કે જેનું અનેકાંતરૂપી ૨કેતન પ્રગટ છે તેમાં — નિષ્ણાત થવું.
ભાવાર્થઃ — આગમ વિના પદાર્થોનો નિશ્ચય થતો નથી; પદાર્થોના નિશ્ચય વિના અશ્રદ્ધાજનિત તરલતા, પરકર્તૃત્વાભિલાષાજનિત ક્ષોભ અને પરભોકતૃત્વાભિલાષાજનિત અસ્થિરતાને લીધે એકાગ્રતા થતી નથી; અને એકાગ્રતા વિના એક આત્માનાં શ્રદ્ધાન -જ્ઞાન- વર્તનરૂપે પ્રવર્તતી શુદ્ધાત્મપ્રવૃત્તિ નહિ થવાથી મુનિપણું થતું નથી. માટે મોક્ષાર્થીનું પ્રધાન કર્તવ્ય ૩શબ્દબ્રહ્મરૂપ આગમમાં પ્રવીણતા પ્રાપ્ત કરવી તે છે. ૨૩૨.
હવે, આગમહીનને મોક્ષાખ્ય (‘મોક્ષ’ નામથી કહેવાતો) કર્મક્ષય થતો નથી એમ પ્રતિપાદન કરે છેઃ — ૧. દ્રશિ = દર્શન ૨. કેતન = ચિહ્ન; લક્ષણ; ધ્વજ. ૩. શબ્દબ્રહ્મ = પરમબ્રહ્મરૂપ વાચ્યનું વાચક દ્રવ્યશ્રુત. [આ ગાથાઓમાં સર્વજ્ઞોપજ્ઞ સમસ્ત દ્રવ્યશ્રુતને
બે ભેદ પણ પાડવામાં આવે છે; ત્યાં જીવભેદો તથા કર્મભેદોના પ્રતિપાદક દ્રવ્યશ્રુતને ‘આગમ’
કહેવામાં આવે છે અને સમસ્ત દ્રવ્યશ્રુતના સારભૂત ચિદાનંદ એક પરમાત્મતત્ત્વના પ્રકાશક અધ્યાત્મ-
દ્રવ્યશ્રુતને ‘પરમાગમ’ કહેવામાં આવે છે.]