निर्वृत्तिमच्च । अतः परिणामस्वभावमेव ।।१०।।
विभावपर्यायेषु नयविभागेन यथासंभवं विज्ञेयम्, तथैव पुद्गलादिष्वपि । एवं शुभाशुभ-
ગોરસ વગેરેના (દૂધ, દહીં આદિ) પરિણામો સાથે ૧વિરોધ આવે છે. (જેમ પરિણામ વિના
સ્વ -આશ્રયભૂત વસ્તુના અભાવમાં (અર્થાત્ પોતાને આશ્રયરૂપ જે વસ્તુ તે ન હોય તો)
વળી વસ્તુ તો ૨ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ દ્રવ્યમાં, સહભાવી વિશેષસ્વરૂપ (સાથે સાથે રહેનારા વિશેષો – ભેદો જેમનું સ્વરૂપ છે એવા) ગુણોમાં અને ક્રમભાવી વિશેષસ્વરૂપ પર્યાયોમાં રહેલી અને ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યમય અસ્તિત્વથી બનેલી છે; માટે વસ્તુ પરિણામ- સ્વભાવવાળી જ છે.
ભાવાર્થઃ — જ્યાં જ્યાં વસ્તુ જોવામાં આવે છે ત્યાં ત્યાં પરિણામ જોવામાં આવે છે; જેમ કે — ગોરસ તેના દૂધ, દહીં, ઘી, છાશ વગેરે પરિણામ સહિત જ જોવામાં આવે છે. જ્યાં પરિણામ નથી ત્યાં વસ્તુ પણ નથી; જેમ કે — કાળાશ, સુંવાળપ વગેરે પરિણામ નથી તો ગધેડાનાં શિંગડાંરૂપ વસ્તુ પણ નથી. માટે સિદ્ધ થયું કે વસ્તુ પરિણામ વિના હોતી જ નથી. જેમ વસ્તુ પરિણામ વિના હોતી નથી તેમ પરિણામ પણ વસ્તુ વિના હોતા નથી; કારણ કે વસ્તુરૂપ આશ્રય વિના પરિણામ કોના આધારે રહે? ગોરસરૂપ આશ્રય વિના દૂધ, દહીં વગેરે પરિણામ કોના આધારે થાય?
૧. જો વસ્તુને પરિણામ વિનાની માનવામાં આવે તો ગોરસ વગેરે વસ્તુઓના દૂધ, દહીં આદિ પરિણામો પ્રત્યક્ષ દેખાય છે તેની સાથે વિરોધ આવે.
૨. કાળની અપેક્ષાએ ટકવું તેને અર્થાત્ કાળ -અપેક્ષિત પ્રવાહને ઊંચાઈ અથવા ઊર્ધ્વતા કહેવામાં આવે છે. ઊર્ધ્વતાસામાન્ય અર્થાત્ અનાદિ -અનંત ઊંચો (કાળ -અપેક્ષિત) પ્રવાહસામાન્ય તે દ્રવ્ય.