अथ चारित्रपरिणामसंपर्कसम्भववतोः शुद्धशुभपरिणामयोरुपादानहानाय फल- मालोचयति —
वस्तुस्वभावश्चेति गृह्यते । स एव धर्मः पर्यायान्तरेण चारित्रं भण्यते । ‘चारित्तं खलु धम्मो’ इति
વળી વસ્તુ તો દ્રવ્ય -ગુણ -પર્યાયમય છે. ત્યાં ત્રૈકાલિક ઊર્ધ્વ પ્રવાહસામાન્ય તે દ્રવ્ય છે, સાથે સાથે રહેનારા ભેદો તે ગુણો છે અને ક્રમે ક્રમે થતા ભેદો તે પર્યાયો છે. આવાં દ્રવ્ય, ગુણ ને પર્યાયની એકતા વિનાની કોઈ વસ્તુ હોતી નથી. બીજી રીતે કહીએ તો, વસ્તુ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યમય છે અર્થાત્ તે ઊપજે છે, વિણસે છે અને ટકે છે. આમ તે દ્રવ્ય- ગુણ -પર્યાયમય અને ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યમય હોવાથી, તેમાં ક્રિયા (પરિણમન) થયા જ કરે છે. માટે પરિણામ વસ્તુનો સ્વભાવ જ છે. ૧૦.
હવે જેમને ચારિત્રપરિણામ સાથે સંપર્ક (સંબંધ) છે એવા જે શુદ્ધ અને શુભ (બે પ્રકારના) પરિણામો તેમના ગ્રહણ તથા ત્યાગ માટે ( – શુદ્ધ પરિણામને ગ્રહવા અને શુભ પરિણામને છોડવા માટે) તેમનું ફળ વિચારે છેઃ —
અન્વયાર્થઃ — [धर्मेण परिणतात्मा] ધર્મે પરિણમેલા સ્વરૂપવાળો [आत्मा] આત્મા [यदि] જો [शुद्धसंप्रयोगयुतः] શુદ્ધ ઉપયોગમાં જોડાયેલો હોય તો [निर्वाणसुखं] મોક્ષના સુખને [प्राप्नोति] પામે છે [शुभोपयुक्तः वा] અને જો શુભ ઉપયોગવાળો હોય તો [स्वर्गसुखं] સ્વર્ગના સુખને (બંધને) પામે છે. પ્ર. ૩