यदायमात्मा धर्मपरिणतस्वभावः शुद्धोपयोगपरिणतिमुद्वहति तदा निःप्रत्यनीकशक्तितया
स्वकार्यकरणसमर्थचारित्रः साक्षान्मोक्षमवाप्नोति । यदा तु धर्मपरिणतस्वभावोऽपि शुभोप-
योगपरिणत्या संगच्छते तदा सप्रत्यनीकशक्तितया स्वकार्यकरणासमर्थः कथंचिद्विरुद्ध-
कार्यकारिचारित्रः शिखितप्तघृतोपसिक्तपुरुषो दाहदुःखमिव स्वर्गसुखबन्धमवाप्नोति । अतः
शुद्धोपयोग उपादेयः शुभोपयोगो हेयः ।।११।।
अथ चारित्रपरिणामसंपर्कासंभवादत्यन्तहेयस्याशुभपरिणामस्य फलमालोचयति —
असुहोदएण आदा कुणरो तिरियो भवीय णेरइयो ।
दुक्खसहस्सेहिं सदा अभिद्दुदो भमदि अच्चंतं ।।१२।।
च द्विधा भवति । तत्र यच्छुद्धसंप्रयोगशब्दवाच्यं शुद्धोपयोगस्वरूपं वीतरागचारित्रं तेन निर्वाणं लभते ।
निर्विकल्पसमाधिरूपशुद्धोपयोगशक्त्यभावे सति यदा शुभोपयोगरूपसरागचारित्रेण परिणमति तदा
ટીકાઃ — જ્યારે આ આત્મા ધર્મપરિણત સ્વભાવવાળો વર્તતો થકો શુદ્ધોપયોગ-
પરિણતિને વહન કરે છે — ટકાવી રાખે છે ત્યારે, જે વિરોધી શક્તિ વિનાનું હોવાને લીધે
પોતાનું કાર્ય કરવાને સમર્થ છે એવા ચારિત્રવાળો હોવાથી, (તે) સાક્ષાત્ મોક્ષને પામે છે;
અને જ્યારે તે ધર્મપરિણત સ્વભાવવાળો હોવા છતાં શુભોપયોગપરિણતિ સાથે જોડાય છે
ત્યારે, જે ✽
વિરોધી શક્તિ સહિત હોવાને લીધે સ્વકાર્ય કરવાને અસમર્થ છે અને કથંચિત્
વિરુદ્ધ કાર્ય કરનારું છે એવા ચારિત્રવાળો હોવાથી, જેમ અગ્નિથી ગરમ થયેલું ઘી જેના
ઉપર છાંટવામાં આવ્યું હોય તે પુરુષ દાહદુઃખને પામે છે તેમ, સ્વર્ગસુખના બંધને પામે
છે. આથી શુદ્ધોપયોગ ઉપાદેય છે અને શુભોપયોગ હેય છે.
ભાવાર્થઃ — જેમ ઘી સ્વભાવે શીતળતા ઉત્પન્ન કરનારું હોવા છતાં ગરમ ઘીથી
દઝાય છે, તેમ ચારિત્ર સ્વભાવે મોક્ષ કરનારું હોવા છતાં સરાગ ચારિત્રથી બંધ થાય છે. જેમ
ઠંડું ઘી શીતળતા ઉત્પન્ન કરે છે, તેમ વીતરાગ ચારિત્ર સાક્ષાત્ મોક્ષનું કારણ છે. ૧૧.
હવે ચારિત્રપરિણામ સાથે સંપર્ક વિનાનો હોવાથી જે અત્યંત હેય છે એવા અશુભ
પરિણામનું ફળ વિચારે છેઃ —
અશુભોદયે આત્મા કુનર, તિર્યંચ ને નારકપણે
નિત્યે સહસ્ર દુઃખે પીડિત, સંસારમાં અતિ અતિ ભમે.૧૨.
✽ દાન, પૂજા, પંચ -મહાવ્રત, દેવગુરુધર્મ પ્રત્યે રાગ ઇત્યાદિરૂપ જે શુભોપયોગ છે તે ચારિત્રનો વિરોધી છે. માટે
સરાગ (અર્થાત્ શુભોપયોગવાળું) ચારિત્ર વિરોધી શક્તિ સહિત છે અને વીતરાગ ચારિત્ર વિરોધી શક્તિ રહિત છે.
૧૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-