Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 439 of 513
PDF/HTML Page 470 of 544

 

background image
आगमपूर्वा द्रष्टिर्न भवति यस्येह संयमस्तस्य
नास्तीति भणति सूत्रमसंयतो भवति कथं श्रमणः ।।२३६।।
इह हि सर्वस्यापि स्यात्कारकेतनागमपूर्विकया तत्त्वार्थश्रद्धानलक्षणया द्रष्टया शून्यस्य
स्वपरविभागाभावात् कायकषायैः सहैक्यमध्यवसतोऽनिरुद्धविषयाभिलाषतया षड्जीवनिकाय-
घातिनो भूत्वा सर्वतोऽपि कृतप्रवृत्तेः सर्वतो निवृत्त्यभावात्तथा परमात्मज्ञानाभावाद् ज्ञेयचक्र-
क्रमाक्रमणनिरर्गलज्ञप्तितया ज्ञानरूपात्मतत्त्वैकाग्
्रयप्रवृत्त्यभावाच्च संयम एव न तावत् सिद्धयेत
आगमपूर्विका द्रष्टिः सम्यक्त्वं नास्ति यस्येह लोके संजमो तस्स णत्थि संयमस्तस्य नास्ति इदि भणदि
इत्येवं भणति कथयति किं कर्तृ सुत्तं सूत्रमागमः असंजदो होदि किध समणो असंयतः सन्
श्रमणस्तपोधनः कथं भवति, न कथमपीति तथाहियदि निर्दोषिनिजपरमात्मैवोपादेय इति रुचिरूपं
सम्यक्त्वं नास्ति तर्हि परमागमबलेन विशदैकज्ञानरूपमात्मानं जानन्नपि सम्यग्द्रष्टिर्न भवति, ज्ञानी च
न भवति, तद्द्वयाभावे सति पञ्चेन्द्रियविषयाभिलाषषड्जीववधव्यावृत्तोऽपि संयतो न भवति ततः
અન્વયાર્થઃ[इह] આ લોકમાં [यस्य] જેને [आगमपूर्वा द्रष्टिः] આગમપૂર્વક દ્રષ્ટિ
(-દર્શન) [न भवति] નથી [तस्य] તેને [संयमः] સંયમ [न अस्ति] નથી [इति] એમ [सूत्रं
भणति] સૂત્ર કહે છે; અને [असंयतः] અસંયત તે [श्रमणः] શ્રમણ [कथं भवति] કઈ રીતે
હોય?
ટીકાઃઆ લોકમાં ખરેખર, સ્યાત્કાર જેનું ચિહ્ન છે એવા આગમપૂર્વક
તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણવાળી દ્રષ્ટિથી જે શૂન્ય છે તે બધાયને સંયમ જ પ્રથમ તો સિદ્ધ થતો
નથી, કારણ કે (૧) સ્વપરના વિભાગના અભાવને લીધે કાયા અને કષાયો સાથે એકતાનો
અધ્યવસાય કરતા એવા તે જીવો, (પોતાને)
વિષયોની અભિલાષાનો નિરોધ નહિ થયો
હોવાને લીધે છ જીવનિકાયના ઘાતી થઈને સર્વતઃ (બધીયે તરફથી) પ્રવૃત્તિ કરતા હોવાથી,
તેમને સર્વતઃ નિવૃત્તિનો અભાવ છે (અર્થાત
્ એક્કે તરફથીજરાય નિવૃત્તિ નથી), તેમ
જ (૨) તેમને પરમાત્મજ્ઞાનના અભાવને લીધે જ્ઞેયસમૂહને ક્રમે જાણતી નિરર્ગળજ્ઞપ્તિ
૧. તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણવાળી = તત્ત્વાર્થનું શ્રદ્ધાન જેનું લક્ષણ છે એવી. [સમ્યગ્દર્શનનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન
છે. તે આગમપૂર્વક હોય છે. આગમનું ચિહ્ન ‘સ્યાત્’કાર છે.]
૨. જે જીવોને સ્વપરનું ભેદજ્ઞાન નથી તેમને ભલે કદાચિત્ પાંચ ઇન્દ્રિયોનાં વિષયોનો સંયોગ ન દેખાતો
હોય, છ જીવનિકાયની દ્રવ્યહિંસા ન દેખાતી હોય અને એ રીતે સંયોગથી નિવૃત્તિ દેખાતી હોય, તોપણ
કાયા અને કષાયો સાથે એકતા માનનારા તે જીવોને ખરેખર પાંચ ઇન્દ્રિયોના વિષયોની અભિલાષાનો
નિરોધ નથી, હિંસાનો જરાય અભાવ નથી અને એ રીતે પરભાવથી બિલકુલ નિવૃત્તિ નથી.
૩. નિરર્ગળ = અંકુશ વિનાની; સંયમ વિનાની; નિરંકુશ; સ્વચ્છંદી.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૩૯