क्रमपच्यमानमपहस्तितरागद्वेषतया दूरनिरस्तसमस्तसुखदुःखादिविकारः पुनरनारोपितसन्तान-
मुच्छ्वासमात्रेणैव लीलयैव पातयति । अत आगमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वयौगपद्येऽप्यात्म-
ज्ञानमेव मोक्षमार्गसाधकतममनुमन्तव्यम् ।।२३८।।
अथात्मज्ञानशून्यस्य सर्वागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां यौगपद्यमप्यकि ञ्चित्क र-
मित्यनुशास्ति —
परमाणुपमाणं वा मुच्छा देहादिएसु जस्स पुणो ।
विज्जदि जदि सो सिद्धिं ण लहदि सव्वागमधरो वि ।।२३९।।
तत्कर्म ज्ञानी जीवः पूर्वोक्तज्ञानगुणसद्भावात् त्रिगुप्तिगुप्तः सन्नुच्छ्वासमात्रेण लीलयैव क्षपयतीति ।
ततो ज्ञायते परमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां भेदरत्नत्रयरूपाणां सद्भावेऽप्यभेदरत्नत्रयरूपस्य स्व-
संवेदनज्ञानस्यैव प्रधानत्वमिति ।।२३८।। अथ पूर्वसूत्रोक्तात्मज्ञानरहितस्य सर्वागमज्ञानतत्त्वार्थश्रद्धान-
આરોપતું જાય એવી રીતે, ઉચ્છ્વાસમાત્ર વડે જ, લીલાથી જ, જ્ઞાની નષ્ટ કરે છે.
આથી, આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન ને સંયતત્વનું યુગપદપણું હોવા છતાં પણ આત્મ-
જ્ઞાન જ મોક્ષમાર્ગનું સાધકતમ સંમત કરવું.
ભાવાર્થઃ — અજ્ઞાનીને ક્રમાનુસાર તથા બાળતપરૂપ ઉદ્યમથી કર્મ પાકે છે અને
જ્ઞાનીને તો *જ્ઞાનીપણાને લીધે વર્તતા ત્રિગુપ્તપણારૂપ પ્રચંડ ઉદ્યમથી કર્મ પાકે છે; તેથી
જે કર્મ અજ્ઞાની અનેક +શત -સહસ્ર -કોટિ ભવો વડે, મહા કષ્ટથી, ઓળંગી જાય છે, તે
જ કર્મ જ્ઞાની ઉચ્છ્વાસમાત્ર વડે જ, રમતમાત્રથી જ, નષ્ટ કરે છે. વળી અજ્ઞાનીને તે
કર્મ, સુખદુઃખાદિવિકારરૂપ પરિણમનને લીધે, ફરીને નૂતન કર્મરૂપ સંતતિ મૂકતું જાય છે
અને જ્ઞાનીને તો સુખદુઃખાદિવિકારરૂપ પરિણમન નહિ હોવાથી તે કર્મ ફરીને નૂતન કર્મરૂપ
સંતતિ મૂકતું જતું નથી.
માટે આત્મજ્ઞાન જ મોક્ષમાર્ગનું સાધકતમ છે. ૨૩૮.
હવે, આત્મજ્ઞાનશૂન્યને સર્વઆગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન તથા સંયતત્વનું યુગપદપણું
પણ અકિંચિત્કર છે ( – કાંઈ કરતું નથી) એમ ઉપદેશે છેઃ —
અણુમાત્ર પણ મૂર્ચ્છા તણો સદ્ભાવ જો દેહાદિકે,
તો સર્વઆગમધર ભલે પણ નવ લહે સિદ્ધત્વને. ૨૩૯.
*આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના યુગપદપણાના અતિશય પ્રસાદથી પ્રાપ્ત થયેલી શુદ્ધજ્ઞાનમય
આત્મતત્ત્વની અનુભૂતિ તે જ્ઞાનીપણાનું લક્ષણ છે.
+શત -સહસ્ર -કોટિ = ૧૦૦×૧૦૦૦×૧૦૦૦૦૦૦૦
૪૪૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-