परमाणुप्रमाणं वा मूर्च्छा देहादिकेषु यस्य पुनः ।
विद्यते यदि स सिद्धिं न लभते सर्वागमधरोऽपि ।।२३९।।
यदि करतलामलकीकृतसकलागमसारतया भूतभवद्भावि च स्वोचितपर्यायविशिष्टम-
शेषद्रव्यजातं जानन्तमात्मानं जानन् श्रद्दधानः संयमयंश्चागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां
यौगपद्येऽपि मनाङ्मोहमलोपलिप्तत्वात् यदा शरीरादिमूर्च्छोपरक्ततया निरुपरागोपयोगपरिणतं
कृत्वा ज्ञानात्मानमात्मानं नानुभवति तदा तावन्मात्रमोहमलकलङ्ककीलिकाकीलितैः कर्म-
भिरविमुच्यमानो न सिद्धयति । अत आत्मज्ञानशून्यमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वयौग-
पद्यमप्यकिञ्चित्करमेव ।।२३९।।
संयतत्वानां यौगपद्यमप्यकिंचित्करमित्युपदिशति — परमाणुपमाणं वा मुच्छा देहादिएसु जस्स पुणो विज्जदि जदि
परमाणुमात्रं वा मूर्च्छा देहादिकेषु विषयेसु यस्य पुरुषस्य पुनर्विद्यते यदि चेत्, सो सिद्धिं ण लहदि
स सिद्धिं मुक्तिं न लभते । कथंभूतः । सव्वागमधरो वि सर्वागमधरोऽपीति । अयमत्रार्थः — सर्वागमज्ञान-
तत्त्वार्थश्रद्धानसंयतत्वानां यौगपद्ये सति यस्य देहादिविषये स्तोकमपि ममत्वं विद्यते तस्य पूर्वसूत्रोक्तं
निर्विकल्पसमाधिलक्षणं निश्चयरत्नत्रयात्मकं स्वसंवेदनज्ञानं नास्तीति ।।२३९।। अथ द्रव्यभाव-
संयमस्वरूपं कथयति —
અન્વયાર્થઃ — [पुनः] અને [यदि यस्य] જો [देहादिकेषु] દેહાદિક પ્રત્યે [परमाणुप्रमाणं
वा] પરમાણુ જેટલી પણ [मूर्च्छा] મૂર્છા [विद्यते] વર્તતી હોય, તો [सः] તે [सर्वागमधरः अपि]
ભલે સર્વઆગમધર હોય તોપણ [सिद्धिं न लभते] સિદ્ધિ પામતો નથી.
ટીકાઃ — સકળ આગમના સારને હથેળીમાં રહેલા આમળા સમાન કર્યો હોવાથી
( – હસ્તામલકવત્ સ્પષ્ટ જાણતો હોવાથી) જે પુરુષ, ભૂત -વર્તમાન -ભાવી ૧સ્વોચિત પર્યાયો
સહિત અશેષ દ્રવ્યસમૂહને જાણનારા આત્માને જાણે છે, શ્રદ્ધે છે અને સંયમિત રાખે છે,
તે પુરુષને આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વનું યુગપદપણું હોવા છતાં પણ, જો તે પુરુષ
જરાક મોહમળ વડે લિપ્ત હોવાને લીધે શરીરાદિ પ્રત્યેની મૂર્છા વડે ૨ઉપરક્ત રહેવાથી,
૩નિરુપરાગ ઉપયોગમાં પરિણત કરીને જ્ઞાનાત્મક આત્માને અનુભવતો નથી, તો તે પુરુષ
માત્ર તેટલા (જરાક) મોહમળકલંકરૂપ જે ખીલી તેની સાથે બંધાયેલાં કર્મોથી નહિ છૂટતો
થકો સિદ્ધ થતો નથી.
આથી આત્મજ્ઞાનશૂન્ય આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વનું યુગપદપણું પણ
અકિંચિત્કર જ છે. ૨૩૯.
૧. સ્વોચિત = પોતાને ઉચિત; પોતપોતાને યોગ્ય. [આત્માનો સ્વભાવ ત્રણે કાળના સ્વોચિત પર્યાયો
સહિત સમસ્ત દ્રવ્યોને જાણવાનો છે.]
૨. ઉપરક્ત = મલિન; વિકારી.
૩. નિરુપરાગ = ઉપરાગ વિનાનો; નિર્મળ; નિર્વિકારી; શુદ્ધ.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૪૫