ज्ञेयज्ञातृतत्त्वतथाप्रतीतिलक्षणेन सम्यग्दर्शनपर्यायेण, ज्ञेयज्ञातृतत्त्वतथानुभूतिलक्षणेन
ज्ञानपर्यायेण, ज्ञेयज्ञातृक्रियान्तरनिवृत्तिसूत्र्यमाणद्रष्टृज्ञातृतत्त्ववृत्तिलक्षणेन चारित्रपर्यायेण च,
त्रिभिरपि यौगपद्येन भाव्यभावकभावविजृम्भितातिनिर्भ̄रेतरेतरसंवलनबलादङ्गाङ्गिभावेन
परिणतस्यात्मनो यदात्मनिष्ठत्वे सति संयतत्वं तत्पानकवदनेकात्मकस्यैकस्यानुभूयमान-
तायामपि समस्तपरद्रव्यपरावर्तत्वादभिव्यक्तैकाग्
ा्रयलक्षणश्रामण्यापरनामा मोक्षमार्ग एवाव-
मोक्षमार्गो भण्यत इति प्ररूपयति — दंसणणाणचरित्तेसु तीसु जुगवं समुट्ठिदो जो दु दर्शनज्ञानचारित्रेषु त्रिषु
युगपत्सम्यगुपस्थित उद्यतो यस्तु कर्ता, एयग्गगदो त्ति मदो स ऐकाग्ाा
ाा
ा
यगत इति मतः संमतः,
सामण्णं तस्स पडिपुण्णं श्रामण्यं चारित्रं यतित्वं तस्य परिपूर्णमिति । तथाहि — भावकर्मद्रव्य-
कर्मनोकर्मभ्यः शेषपुद्गलादिपञ्चद्रव्येभ्योऽपि भिन्नं सहजशुद्धनित्यानन्दैकस्वभावं मम संबन्धि यदात्म-
द्रव्यं तदेव ममोपादेयमितिरुचिरूपं सम्यग्दर्शनम्, तत्रैव परिच्छित्तिरूपं सम्यग्ज्ञानं, तस्मिन्नेव स्वरूपे
निश्चलानुभूतिलक्षणं चारित्रं चेत्युक्तस्वरूपं सम्यग्दर्शनज्ञानचारित्रत्रयं पानकवदनेकमप्यभेदनयेनैकं यत्
तत्सविकल्पावस्थायां व्यवहारेणैकाग्रयं भण्यते । निर्विकल्पसमाधिकाले तु निश्चयेनेति । तदेव च
૪૫૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
ટીકાઃ — જ્ઞેયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વની તથાપ્રકારે (જેમ છે તેમ, યથાર્થ) પ્રતીતિ જેનું
લક્ષણ છે તે સમ્યગ્દર્શનપર્યાય છે; જ્ઞેયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વની તથાપ્રકારે અનુભૂતિ જેનું લક્ષણ
છે તે જ્ઞાનપર્યાય છે; જ્ઞેય અને જ્ઞાતાની જે ૧ક્રિયાંતરથી નિવૃત્તિ તેના વડે રચાતી
દ્રષ્ટૃજ્ઞાતૃતત્ત્વમાં પરિણતિ જેનું લક્ષણ છે તે ચારિત્રપર્યાય છે. આ પર્યાયોને અને આત્માને
૨ભાવ્યભાવકપણા વડે ઊપજેલા અતિ ગાઢ ઇતરેતર મિલનના બળને લીધે એ ત્રણે પર્યાયોરૂપે
યુગપદ્ અંગ -અંગીભાવે પરિણત આત્માને, આત્મનિષ્ઠપણું હોતાં, જે સંયતપણું હોય છે, તે
સંયતપણું, એકાગ્રતાલક્ષણવાળું શ્રામણ્ય જેનું બીજું નામ છે એવો મોક્ષમાર્ગ જ છે — એમ
જાણવું, કારણ કે ત્યાં (સંયતપણામાં) ૩પીણાની માફક ૪અનેકાત્મક એકનો અનુભવ હોવા
છતાં, સમસ્ત પરદ્રવ્યથી નિવૃત્તિ હોવાને લીધે એકાગ્રતા અભિવ્યક્ત (પ્રગટ) છે.
૧. ક્રિયાન્તર = અન્ય ક્રિયા. [જ્ઞેય અને જ્ઞાતા અન્ય ક્રિયાથી નિવર્તે તેને લીધે રચાતી જે દેખનાર-
જાણનાર આત્મતત્ત્વમાં પરિણતિ તે ચારિત્રપર્યાયનું લક્ષણ છે.]
૨. ભાવક એટલે થનાર, અને ભાવક જે -રૂપે થાય તે ભાવ્ય. આત્મા ભાવક છે અને સમ્યગ્દર્શનાદિ
પર્યાયો ભાવ્ય છે. ભાવક અને ભાવ્યને પરસ્પર અતિ ગાઢ મિલન (-એકમેકતા) હોય છે. ભાવક
આત્મા અંગી છે અને ભાવ્યરૂપ સમ્યગ્દર્શનાદિપર્યાયો તેનાં અંગો છે.
૩. પીણું = પીવાની વસ્તુ. જેમ કે — દૂધિયું. [દૂધિયાનો સ્વાદ અનેકાત્મક એક હોય છે; કારણ કે અભેદથી
તેમાં એક દૂધિયાનો જ સ્વાદ આવે છે અને ભેદથી તેમાં દૂધ, સાકર, બદામ વગેરે અનેક વસ્તુનો
સ્વાદ આવે છે.]
૪. અહીં અનેકાત્મક એકના અનુભવમાં જે અનેકાત્મકપણું છે તે પરદ્રવ્યમય નથી. ત્યાં પરદ્રવ્યોથી
તો નિવૃત્તિ જ છે; માત્ર સમ્યગ્દર્શન -જ્ઞાન -ચારિત્રરૂપ સ્વ -અંશોને લીધે જ અનેકાત્મકપણું છે, માટે
ત્યાં, અનેકાત્મકપણું હોવા છતાં, એકાગ્રપણું (એક -અગ્રપણું) પ્રગટ છે.