मास्कन्दत्यचिराद्विकाशमतुलं येनोल्लसन्त्याश्चितेः ।।१६।।
ाा
ा
તે (સંયતત્વરૂપ અથવા શ્રામણ્યરૂપ મોક્ષમાર્ગ) ભેદાત્મક હોવાથી ‘સમ્યગ્દર્શન -જ્ઞાન- ચારિત્ર મોક્ષમાર્ગ છે’ એમ પર્યાયપ્રધાન વ્યવહારનયથી તેનું પ્રજ્ઞાપન છે; તે (મોક્ષમાર્ગ) અભેદાત્મક હોવાથી ‘એકાગ્રતા મોક્ષમાર્ગ છે’ એમ દ્રવ્યપ્રધાન નિશ્ચયનયથી તેનું પ્રજ્ઞાપન છે; બધાય પદાર્થો ભેદાભેદાત્મક હોવાથી ‘તે બન્ને (સમ્યગ્દર્શન -જ્ઞાન -ચારિત્ર તેમ જ એકાગ્રતા) મોક્ષમાર્ગ છે’ એમ પ્રમાણથી તેનું પ્રજ્ઞાપન છે. ૨૪૨.
[હવે શ્લોક દ્વારા મોક્ષપ્રાપ્તિને માટે દ્રષ્ટા -જ્ઞાતામાં લીનતા કરવાનું કહેવામાં આવે છેઃ]
[અર્થઃ — ] એ પ્રમાણે, પ્રતિપાદકના આશયને વશ, એક હોવા છતાં પણ અનેક થતો હોવાથી (અર્થાત્ અભેદપ્રધાન નિશ્ચયનયથી એક — એકાગ્રતારૂપ — હોવા છતાં પણ કહેનારના અભિપ્રાય અનુસાર ભેદપ્રધાન વ્યવહારનયથી અનેક પણ — દર્શન -જ્ઞાન- ચારિત્રરૂપ પણ — થતો હોવાથી) ૧એકતાને (એકલક્ષણપણાને) તેમ જ ૨ત્રિલક્ષણપણાને પામેલો જે અપવર્ગનો (મોક્ષનો) માર્ગ તેને લોક દ્રષ્ટાજ્ઞાતામાં પરિણતિ બાંધીને ( – લીન કરીને) અચળપણે અવલંબો, કે જેથી તે (લોક) ઉલ્લસતી ચેતનાના અતુલ વિકાસને અલ્પ કાળમાં પામે. *શાર્દૂલવિક્રીડિત છંદ. ૧. દ્રવ્યપ્રધાન નિશ્ચયનયથી માત્ર એકાગ્રતા એક જ મોક્ષમાર્ગનું લક્ષણ છે. ૨. પર્યાયપ્રધાન વ્યવહારનયથી દર્શન -જ્ઞાન -ચારિત્રરૂપ ત્રિક મોક્ષમાર્ગનું લક્ષણ છે.