Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 455 of 513
PDF/HTML Page 486 of 544

 

background image
ये खलु श्रामण्यपरिणतिं प्रतिज्ञायापि, जीवितकषायकणतया, समस्तपरद्रव्यनिवृत्ति-
प्रवृत्तसुविशुद्धदृशिज्ञप्तिस्वभावात्मतत्त्ववृत्तिरूपां शुद्धोपयोगभूमिकामधिरोढुं न क्षमन्ते, ते
तदुपकण्ठनिविष्टाः, कषायकुण्ठीकृतशक्तयो, नितान्तमुत्कण्ठुलमनसः, श्रमणाः किं भवेयुर्न
वेत्यत्राभिधीयते
‘धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपओगजुदो पावदि णिव्वाणसुहं
सुहोवजुत्तो य सग्गसुहं ।।’ इति स्वयमेव निरूपितत्वादस्ति तावच्छुभोपयोगस्य धर्मेण
सहैकार्थसमवायः ततः शुभोपयोगिनोऽपि धर्मसद्भावाद्भवेयुः श्रमणाः किन्तु तेषां
शुद्धोपयोगिभिः समं समकाष्ठत्वं न भवेत्, यतः शुद्धोपयोगिनो निरस्तसमस्तकषायत्वाद-
ग्राह्यः तत्र दृष्टान्तःयथा निश्चयेन शुद्धबुद्धैकस्वभावाः सिद्धजीवा एव जीवा भण्यते, व्यवहारेण
चतुर्गतिपरिणता अशुद्धजीवाश्च जीवा इति; तथा शुद्धोपयोगिनां मुख्यत्वं, शुभोपयोगिनां तु
चकारसमुच्चयव्याख्यानेन गौणत्वम्
कस्माद्गौणत्वं जातमिति चेत् तेसु वि सुद्धुवजुत्ता अणासवा सासवा
सेसा तेष्वपि मध्ये शुद्धोपयोगयुक्ता अनास्रवाः, शेषाः सास्रवा इति यतः कारणात् तद्यथानिज-
शुद्धात्मभावनाबलेन समस्तशुभाशुभसंकल्पविक ल्परहितत्वाच्छुद्धोपयोगिनो निरास्रवा एव, शेषाः
ટીકાઃજેઓ ખરેખર શ્રામણ્યપરિણતિની પ્રતિજ્ઞા કરીને પણ, કષાયકણ જીવતો
(હયાત) હોવાથી, સમસ્ત પરદ્રવ્યથી નિવૃત્તિરૂપે પ્રવર્તતી એવી જે સુવિશુદ્ધદર્શનજ્ઞાન-
સ્વભાવ આત્મતત્ત્વમાં પરિણતિરૂપ શુદ્ધોપયોગભૂમિકા તેમાં આરોહણ કરવા અસમર્થ છે,
તે (શુભોપયોગી) જીવો
કે જેઓ શુદ્ધોપયોગભૂમિકાના ઉપકંઠે રહેલા છે, કષાયે જેમની
શક્તિને કુંઠિત કરી (રૂંધી) છે અને જેઓ અત્યંત ઉત્કંઠિત (આતુર) મનવાળા છે તેઓ
શ્રમણ છે કે નથી, તે અહીં કહેવામાં આવે છેઃ
‘धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपओगजुदो पावदि णिव्वाणसुहं सुहोवजुत्तो य
सग्गसुहं ।। એમ (૧૧મી ગાથામાં ભગવાન કુંદકુંદાચાર્યદેવે) પોતે જ નિરૂપણ કર્યું હોવાથી
શુભોપયોગને ધર્મની સાથે એકાર્થસમવાય છે; તેથી શુભોપયોગીઓ પણ, તેમને ધર્મનો
સદ્ભાવ હોવાને લીધે, શ્રમણ છે. પરંતુ તેઓ શુદ્ધોપયોગીઓની સાથે સમાન કોટિના
(સરખી હદના) નથી, કારણ કે શુદ્ધોપયોગીઓએ સમસ્ત કષાયો નિરસ્ત કર્યા હોવાથી તેઓ
નિરાસ્રવ જ છે અને આ શુભોપયોગીઓને તો કષાયકણ અવિનષ્ટ હોવાથી તેઓ સાસ્રવ
૧. આત્મતત્ત્વનો સ્વભાવ સુવિશુદ્ધ દર્શન અને જ્ઞાન છે.
૨. ઉપકંઠ = પાદર; પરવાડ; તળેટી; પાડોશ; નજીકનો ભાગ; નિકટતા.
૩. અર્થઃ
ધર્મે પરિણમેલા સ્વરૂપવાળો આત્મા જો શુદ્ધ ઉપયોગમાં જોડાયેલો હોય તો મોક્ષના સુખને
પામે છે અને જો શુભ ઉપયોગવાળો હોય તો સ્વર્ગના સુખને (બંધને) પામે છે.
૪. એકાર્થસમવાય = એક પદાર્થમાં સાથે રહી શકવારૂપ સંબંધ. (આત્મપદાર્થમાં ધર્મ અને શુભોપયોગ
સાથે હોઈ શકે છે તેથી શુભોપયોગને ધર્મની સાથે એકાર્થસમવાય છે.)
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૫૫