शुभोपयोगिनो मिथ्यात्वविषयकषायरूपाशुभास्रवनिरोधेऽपि पुण्यास्रवसहिता इति भावः ।।२४५।। अथ शुभोपयोगिश्रमणानां लक्षणमाख्याति — सा सुहजुत्ता भवे चरिया सा चर्या शुभयुक्ता भवेत् । कस्य । तपोधनस्य । कथंभूतस्य । समस्तरागादिविकल्परहितपरमसमाधौ स्थातुमशक्यस्य । यदि किम् । विज्जदि जदि विद्यते यदि चेत् । क्व । सामण्णे श्रामण्ये चारित्रे । किं विद्यते । अरहंतादिसु भत्ती अनन्त- ज्ञानादिगुणयुक्तेष्वर्हत्सिद्धेषु गुणानुरागयुक्ता भक्तिः । वच्छलदा वत्सलस्य भावो वत्सलता वात्सल्यं विनयोऽनुकूलवृत्तिः । केषु विषये । पवयणाभिजुत्तेसु प्रवचनाभियुक्तेषु । प्रवचनशब्देनात्रागमो भण्यते, જ છે. અને આમ હોવાથી જ શુદ્ધોપયોગીઓની સાથે આમને (શુભોપયોગીઓને) ભેગા લેવામાં ( – વર્ણવવામાં) આવતા નથી, માત્ર પાછળથી (ગૌણ તરીકે) જ લેવામાં આવે છે.
ભાવાર્થઃ — પરમાગમમાં એમ કહ્યું છે કે શુદ્ધોપયોગીઓ શ્રમણ છે અને શુભોપયોગીઓ પણ ગૌણપણે શ્રમણ છે. જેમ નિશ્ચયથી શુદ્ધબુદ્ધ -એકસ્વભાવી સિદ્ધ જીવો જ જીવ કહેવાય છે અને વ્યવહારથી ચતુર્ગતિપરિણત અશુદ્ધ જીવો પણ જીવ કહેવાય છે, તેમ શ્રમણપણે શુદ્ધોપયોગી જીવોનું મુખ્યપણું છે અને શુભોપયોગી જીવોનું ગૌણપણું છે; કારણ કે શુદ્ધોપયોગીઓ નિજશુદ્ધાત્મભાવનાના બળથી સમસ્ત શુભાશુભ સંકલ્પવિકલ્પ રહિત હોવાથી નિરાસ્રવ જ છે અને શુભોપયોગીઓને મિથ્યાત્વવિષયકષાયરૂપ અશુભ આસ્રવનો નિરોધ હોવા છતાં તેઓ પુણ્યાસ્રવ સહિત છે. ૨૪૫.
— એ હોય જો શ્રામણ્યમાં, તો ચરણ તે શુભયુક્ત છે. ૨૪૬.
અન્વયાર્થઃ — [श्रामण्ये] શ્રામણ્યમાં [यदि] જો [अर्हदादिषु भक्तिः] અર્હંતાદિક પ્રત્યે ભક્તિ તથા [प्रवचनाभियुक्तेषु वत्सलता] પ્રવચનરત જીવો પ્રત્યે વત્સલતા [विद्यते] વર્તતી હોય તો [सा] તે [शुभयुक्ता चर्या] શુભયુક્ત ચર્યા (શુભોપયોગી ચારિત્ર) [भवेत्] છે.