Pravachansar (Gujarati). Gatha: 247.

< Previous Page   Next Page >


Page 457 of 513
PDF/HTML Page 488 of 544

 

background image
सकलसङ्गसंन्यासात्मनि श्रामण्ये सत्यपि कषायलवावेशवशात् स्वयं शुद्धात्मवृत्ति-
मात्रेणावस्थातुमशक्तस्य, परेषु शुद्धात्मवृत्तिमात्रेणावस्थितेष्वर्हदादिषु, शुद्धात्मवृत्तिमात्रावस्थिति-
प्रतिपादकेषु प्रवचनाभियुक्तेषु च भक्त्या वत्सलतया च प्रचलितस्य, तावन्मात्रराग-
प्रवर्तितपरद्रव्यप्रवृत्तिसंवलितशुद्धात्मवृत्तेः, शुभोपयोगि चारित्रं स्यात
अतः शुभोपयोगि-
श्रमणानां शुद्धात्मानुरागयोगिचारित्रत्वलक्षणम् ।।२४६।।
अथ शुभोपयोगिश्रमणानां प्रवृत्तिमुपदर्शयति
वंदणणमंसणेहिं अब्भुट्ठाणाणुगमणपडिवत्ती
समणेसु समावणओ ण णिंदिदा रागचरियम्हि ।।२४७।।
संघो वा, तेन प्रवचनेनाभियुक्ताः प्रवचनाभियुक्ता आचार्योपाध्यायसाधवस्तेष्विति एतदुक्तं भवति
स्वयं शुद्धोपयोगलक्षणे परमसामायिके स्थातुमसमर्थस्यान्येषु शुद्धोपयोगफलभूतकेवलज्ञानेन
परिणतेषु, तथैव शुद्धोपयोगाराधकेषु च यासौ भक्तिस्तच्छुभोपयोगिश्रमणानां लक्षणमिति
।।२४६।।
अथ शुभोपयोगिनां शुभप्रवृत्तिं दर्शयतिण णिंदिदा नैव निषिद्धा क्व रागचरियम्हि शुभरागचर्यायां
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૫૭
ટીકાઃસકળ સંગના સંન્યાસસ્વરૂપ શ્રામણ્ય હોવા છતાં પણ +કષાયલવના
આવેશને વશ કેવળ શુદ્ધાત્મપરિણતિરૂપે રહેવાને પોતે અશક્ત છે એવો જે શ્રમણ, પર એવા
જે (૧) કેવળ શુદ્ધાત્મપરિણતિરૂપે રહેલા અર્હંતાદિક તથા (૨) કેવળ શુદ્ધાત્મપરિણતિરૂપે
રહેવાનું પ્રતિપાદન કરનાર પ્રવચનરત જીવો તેમના પ્રત્યે (૧) ભક્તિ તથા (૨) વત્સલતા
વડે ચંચળ છે, તે શ્રમણને, માત્ર તેટલા રાગ વડે પ્રવર્તતી પરદ્રવ્યપ્રવૃત્તિ સાથે
શુદ્ધાત્મપરિણતિ મિલિત હોવાને લીધે, શુભોપયોગી ચારિત્ર છે.
આથી (એમ કહ્યું કે) શુદ્ધ આત્માના અનુરાગયુક્ત ચારિત્ર શુભોપયોગી શ્રમણોનું
લક્ષણ છે.
ભાવાર્થઃએકલી શુદ્ધાત્મપરિણતિરૂપે રહેવાને અસમર્થ હોવાને લીધે જે શ્રમણ,
પર એવા અર્હંતાદિક પ્રત્યે ભક્તિથી તથા પર એવા આગમપરાયણ જીવો પ્રત્યે વાત્સલ્યથી
ચંચળ (અસ્થિર) છે, તે શ્રમણને શુભોપયોગી ચારિત્ર છે, કારણ કે શુદ્ધાત્મપરિણતિ
પરદ્રવ્યપ્રવૃત્તિ (પરદ્રવ્યમાં પ્રવૃત્તિ) સાથે મળેલી છે અર્થાત
્ શુભ ભાવ સાથે મિશ્રિત છે. ૨૪૬.
હવે શુભોપયોગી શ્રમણોની પ્રવૃત્તિ દર્શાવે છેઃ
શ્રમણો પ્રતિ વંદન, નમન, અનુગમન, અભ્યુત્થાન ને
વળી શ્રમનિવારણ છે ન નિંદિત રાગયુત ચર્યા વિષે. ૨૪૭.
+કષાયલવ = જરાક કષાય; થોડો કષાય.
પ્ર. ૫૮