वन्दननमस्करणाभ्यामभ्युत्थानानुगमनप्रतिपत्तिः ।
श्रमणेषु श्रमापनयो न निन्दिता रागचर्यायाम् ।।२४७।।
शुभोपयोगिनां हि शुद्धात्मानुरागयोगिचारित्रतया, समधिगतशुद्धात्मवृत्तिषु श्रमणेषु
वन्दननमस्करणाभ्युत्थानानुगमनप्रतिपत्तिप्रवृत्तिः शुद्धात्मवृत्तित्राणनिमित्ता श्रमापनयनप्रवृत्तिश्च
न दुष्येत् ।।२४७।।
अथ शुभोपयोगिनामेवैवंविधाः प्रवृत्तयो भवन्तीति प्रतिपादयति —
दंसणणाणुवदेसो सिस्सग्गहणं च पोसणं तेसिं ।
चरिया हि सरागाणं जिणिंदपूजोवदेसो य ।।२४८।।
सरागचारित्रावस्थायाम् । का न निन्दिता । वंदणणमंसणेहिं अब्भुट्ठाणाणुगमणपडिवत्ती वन्दननमस्काराभ्यां
सहाभ्युत्थानानुगमनप्रतिपत्तिप्रवृत्तिः । समणेसु समावणओ श्रमणेषु श्रमापनयः रत्नत्रयभावनाभिघातक-
श्रमस्य खेदस्य विनाश इति । अनेन किमुक्तं भवति – शुद्धोपयोगसाधके शुभोपयोगे स्थितानां तपोधनानां
इत्थंभूताः शुभोपयोगप्रवृत्तयो रत्नत्रयाराधकशेषपुरुषेषु विषये युक्ता एव, विहिता एवेति ।।२४७।।
अथ शुभोपयोगिनामेवेत्थंभूताः प्रवृत्तयो भवन्ति, न च शुद्धोपयोगिनामिति प्ररूपयति — दंसणणाणुवदेसो
૪૫૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
અન્વયાર્થઃ — [श्रमणेषु] શ્રમણો પ્રત્યે [वन्दननमस्करणाभ्याम्] વંદન -નમસ્કાર સહિત
[अभ्युत्थानानुगमनप्रतिपत्तिः] ૧અભ્યુત્થાન અને ૨અનુગમનરૂપ ૩વિનીત વર્તન કરવું તથા
[श्रमापनयः] તેમનો શ્રમ દૂર કરવો તે [रागचर्यायाम्] રાગચર્યામાં [न निन्दिता] નિંદિત નથી.
ટીકાઃ — શુભોપયોગીઓને શુદ્ધાત્માના અનુરાગયુક્ત ચારિત્ર હોય છે, તેથી જેમણે
શુદ્ધાત્મપરિણતિ પ્રાપ્ત કરી છે એવા શ્રમણો પ્રત્યે જે વંદન -નમસ્કાર -અભ્યુત્થાન -અનુગમન-
રૂપ વિનીત વર્તનની પ્રવૃત્તિ તથા શુદ્ધાત્મપરિણતિના રક્ષણને નિમિત્તભૂત એવી જે શ્રમ દૂર
કરવાની (વૈયાવૃત્ત્યરૂપ) પ્રવૃત્તિ તે શુભોપયોગીઓને માટે દૂષિત (દોષરૂપ, નિંદિત) નથી
(અર્થાત્ શુભોપયોગી મુનિઓને આવી પ્રવૃત્તિનો નિષેધ નથી). ૨૪૭.
હવે, શુભોપયોગીઓને જ આવી પ્રવૃત્તિઓ હોય છે એમ પ્રતિપાદન કરે છેઃ —
ઉપદેશ દર્શનજ્ઞાનનો, પોષણ -ગ્રહણ શિષ્યો તણું,
ઉપદેશ જિનપૂજા તણો — વર્તન તું જાણ સરાગનું. ૨૪૮.
૧. અભ્યુત્થાન = માનાર્થે ઊભા થઈ જવું તે
૨. અનુગમન = પાછળ ચાલવું તે ૩. વિનીત = વિનયયુક્ત; સન્માનયુક્ત; વિવેકી; સભ્ય.