यथैकेषामपि बीजानां भूमिवैपरीत्यान्निष्पत्तिवैपरीत्यं, तथैकस्यापि प्रशस्तरागलक्षणस्य शुभोपयोगस्य पात्रवैपरीत्यात्फलवैपरीत्यं, कारणविशेषात्कार्यविशेषस्यावश्यंभावित्वात् ।२५५। गतम् । इत ऊर्ध्वं गाथाषटकपर्यन्तं पात्रापात्रपरीक्षामुख्यत्वेन व्याख्यानं करोति । अथ शुभोपयोगस्य पात्रभूतवस्तुविशेषात्फलविशेषं दर्शयति — फलदि फलति, फलं ददाति । स कः । रागो रागः । कथंभूतः । पसत्थभूदो प्रशस्तभूतो दानपूजादिरूपः । किं फलति । विवरीदं विपरीतमन्यादृशं भिन्न- भिन्नफलम् । केन करणभूतेन । वत्थुविसेसेण जघन्यमध्यमोत्कृष्टभेदभिन्नपात्रभूतवस्तुविशेषेण । अत्रार्थे જ આશ્રય છે. પરંતુ ચારિત્ર -અપેક્ષાએ શ્રમણને મુનિયોગ્ય શુદ્ધાત્મપરિણતિ મુખ્ય હોવાથી શુભોપયોગ ગૌણ છે અને સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને મુનિયોગ્ય શુદ્ધાત્મપરિણતિને નહિ પહોંચાતું હોવાથી અશુભવંચનાર્થે શુભોપયોગ મુખ્ય છે. સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને અશુભથી ( – વિશેષ અશુદ્ધ પરિણતિથી) છૂટવા માટે વર્તતો જે આ શુભોપયોગનો પુરુષાર્થ તે પણ શુદ્ધિનો જ મંદ પુરુષાર્થ છે, કારણ કે શુદ્ધાત્મદ્રવ્યના મંદ આલંબનથી અશુભ પરિણતિ પલટાઈને શુભ પરિણતિ થાય છે અને શુદ્ધાત્મદ્રવ્યના ઉગ્ર આલંબનથી શુભ પરિણતિ પણ પલટાઈને શુદ્ધ પરિણતિ થાય છે. ૨૫૪.
અન્વયાર્થઃ — [इह नानाभूमिगतानि बीजानि इव] જેમ આ જગતમાં અનેક પ્રકારની ભૂમિમાં પડેલાં બીજ [सस्यकाले] ધાન્યકાળે વિપરીતપણે ફળે છે, તેમ [प्रशस्तभूतः रागः] પ્રશસ્ત રાગ [वस्तुविशेषेण] વસ્તુભેદથી ( – પાત્રના ભેદથી) [विपरीतं फलति] વિપરીતપણે ફળે છે.
ટીકાઃ — જેમ બીજ તેનાં તે જ હોવા છતાં પણ ભૂમિની વિપરીતતાથી નિષ્પત્તિની વિપરીતતા હોય છે (અર્થાત્ સારી ભૂમિમાં ધાન્ય સારું પાકે છે અને ખરાબ ભૂમિમાં ધાન્ય ખરાબ થઈ જાય છે અથવા પાકતું જ નથી), તેમ પ્રશસ્તરાગસ્વરૂપ શુભોપયોગ તેનો તે જ હોવા છતાં પણ પાત્રની વિપરીતતાથી ફળની વિપરીતતા હોય છે કેમ કે કારણના ભેદથી કાર્યનો ભેદ અવશ્યંભાવી (અનિવાર્ય) છે. ૨૫૫.