अथ कारणवैपरीत्यात् फलमविपरीतं न सिध्यतीति श्रद्धापयति —
जदि ते विसयकसाया पाव त्ति परूविदा व सत्थेसु ।
किह ते तप्पडिबद्धा पुरिसा णित्थारगा होंति ।।२५८।।
यदि ते विषयकषायाः पापमिति प्ररूपिता वा शास्त्रेषु ।
कथं ते तत्प्रतिबद्धाः पुरुषा निस्तारका भवन्ति ।।२५८।।
विषयकषायास्तावत्पापमेव; तद्वन्तः पुरुषा अपि पापमेव; तदनुरक्ता अपि
पापानुरक्तत्वात् पापमेव भवन्ति । ततो विषयकषायवन्तः स्वानुरक्तानां पुण्यायापि न
कल्प्यन्ते, कथं पुनः संसारनिस्तारणाय । ततो न तेभ्यः फलमविपरीतं सिध्येत् ।।२५८।।
मनुजेषु । किं कर्तृ । जुट्ठं जुष्टं सेवा कृता, कदं व कृतं वा किमपि वैयावृत्त्यादिकम्, दत्तं दत्तं
किमप्याहारादिकम् । केषु । पुरिसेसु पुरुषेषु पात्रेषु । किंविशिष्टेषु । अविदिदपरमत्थेसु य अविदितपरमार्थेषु
च, परमात्मतत्त्वश्रद्धानज्ञानशून्येषु । पुनरपि किंरूपेषु । विसयकसायाधिगेसु विषयकषायाधिकेषु, विषय-
कषायाधीनत्वेन निर्विषयशुद्धात्मस्वरूपभावनारहितेषु इत्यर्थः ।।२५७।। अथ तमेवार्थं प्रकारान्तरेण
द्रढयति — जदि ते विसयकसाया पाव त्ति परूविदा व सत्थेसु यदि चेत् ते विषयकषायाः पापमिति प्ररूपिताः
હવે કારણની વિપરીતતાથી અવિપરીત ફળ સિદ્ધ થતું નથી એમ શ્રદ્ધા કરાવે છેઃ —
‘વિષયો કષાયો પાપ છે’ જો એમ નિરૂપણ શાસ્ત્રમાં,
તો કેમ તત્પ્રતિબદ્ધ પુરુષો હોય રે નિસ્તારકા? ૨૫૮.
અન્વયાર્થઃ — [यदि वा] જો ‘[ते विषयकषायाः] તે વિષયકષાયો [पापम्] પાપ છે’
[इति] એમ [शास्त्रेषु] શાસ્ત્રોમાં [प्ररूपिताः] પ્રરૂપણ કરવામાં આવ્યું છે, તો [तत्प्रतिबद्धाः]
તેમાં પ્રતિબદ્ધ (વિષયકષાયોમાં લીન) [ते पुरुषाः] તે પુરુષો [निस्तारकाः] +નિસ્તારક [कथं
भवन्ति] કેમ હોઈ શકે?
ટીકાઃ — પ્રથમ તો વિષયકષાયો પાપ જ છે; વિષયકષાયવંત પુરુષો પણ પાપ જ
છે; વિષયકષાયવંત પુરુષો પ્રત્યે અનુરક્ત જીવો પણ પાપમાં અનુરક્ત હોવાથી પાપ જ
છે. તેથી વિષયકષાયવંત પુરુષો સ્વાનુરક્ત (પોતાના પ્રત્યે અનુરાગવાળા) પુરુષોને પુણ્યનું
કારણ પણ થતા નથી તો પછી સંસારથી નિસ્તારનું કારણ તો કેમ થાય? (ન જ થાય.)
માટે તેમનાથી અવિપરીત ફળ સિદ્ધ થતું નથી (અર્થાત્ વિષયકષાયવંત પુરુષોરૂપ વિપરીત
કારણનું ફળ અવિપરીત હોતું નથી). ૨૫૮.
+નિસ્તારક = નિસ્તાર કરનારા; તારનારા; પાર ઉતારનારા.
૪૭૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-