अथाविपरीतफलकारणं कारणमविपरीतं दर्शयति —
उवरदपावो पुरिसो समभावो धम्मिगेसु सव्वेसु ।
गुणसमिदिदोवसेवी हवदि स भागी सुमग्गस्स ।।२५९।।
उपरतपापः पुरुषः समभावो धार्मिकेषु सर्वेषु ।
गुणसमितितोपसेवी भवति स भागी सुमार्गस्य ।।२५९।।
उपरतपापत्वेन, सर्वधर्मिमध्यस्थत्वेन, गुणग्रामोपसेवित्वेन च सम्यग्दर्शनज्ञानचारित्र-
यौगपद्यपरिणतिनिर्वृत्तैकाग्ा्रयात्मकसुमार्गभागी, स श्रमणः स्वयं परस्य मोक्षपुण्यायतनत्वाद-
विपरीतफलकारणं कारणमविपरीतं प्रत्येयम् ।।२५९।।
शास्त्रेषु, किह ते तप्पडिबद्धा पुरिसा णित्थारगा होंति कथं ते तत्प्रतिबद्धा विषयकषायप्रतिबद्धाः पुरुषा
निस्तारकाः संसारोत्तारका दातॄणाम्, न कथमपीति । एतदुक्तं भवति — विषयकषायास्तावत्पाप-
स्वरूपास्तद्वन्तः पुरुषा अपि पापा एव, ते च स्वकीयभक्तानां दातॄणां पुण्यविनाशका एवेति ।।२५८।।
अथ पात्रभूततपोधनलक्षणं कथयति — उपरतपापत्वेन, सर्वधार्मिकसमदर्शित्वेन, गुणग्रामसेवकत्वेन च
स्वस्य मोक्षकारणत्वात्परेषां पुण्यकारणत्वाच्चेत्थंभूतगुणयुक्तः पुरुषः सम्यग्दर्शनज्ञानचारित्रैकाग्यलक्षण-
निश्चयमोक्षमार्गस्य भाजनं भवतीति ।।२५९।। अथ तेषामेव पात्रभूततपोधनानां प्रकारान्तरेण
लक्षणमुपलक्षयति — शुद्धोपयोगशुभोपयोगपरिणतपुरुषाः पात्रं भवन्तीति । तद्यथा — निर्विकल्प-
समाधिबलेन शुभाशुभोपयोगद्वयरहितकाले कदाचिद्वीतरागचारित्रलक्षणशुद्धोपयोगयुक्ताः, कदाचित्पुन-
र्मोहद्वेषाशुभरागरहितकाले सरागचारित्रलक्षणशुभोपयोगयुक्ताः सन्तो भव्यलोकं निस्तारयन्ति, तेषु च
હવે અવિપરીત ફળનું કારણ એવું જે ‘અવિપરીત કારણ’ તે દર્શાવે છેઃ —
તે પુરુષ જાણ સુમાર્ગશાળી, પાપ -ઉપરમ જેહને,
સમભાવ જ્યાં સૌ ધાર્મિકે, ગુણસમૂહસેવન જેહને. ૨૫૯.
અન્વયાર્થઃ — [उपरतपापः] જેને પાપ વિરામ પામ્યું છે, [सर्वेषु धार्मिकेषु समभावः]
જે સર્વ ધાર્મિકો પ્રત્યે સમભાવવાળો છે અને [गुणसमितितोपसेवी] જે ગુણસમુદાયને સેવનારો
છે [सः पुरुषः] તે પુરુષ [सुमार्गस्य भागी भवति] સુમાર્ગવંત છે.
ટીકાઃ — પાપ વિરામ પામ્યું હોવાથી, સર્વ ધર્મીઓ પ્રત્યે પોતે મધ્યસ્થ હોવાથી
અને ગુણસમૂહને સેવતો હોવાથી જે શ્રમણ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રના યુગપદપણારૂપ
પરિણતિથી રચાયેલી એકાગ્રતાસ્વરૂપ *સુમાર્ગનો ભાગી છે, તે શ્રમણ પોતાને અને પરને
મોક્ષનું અને પુણ્યનું આયતન (સ્થાન) છે તેથી તે (શ્રમણ) અવિપરીત ફળનું કારણ એવું
‘અવિપરીત કારણ’ છે એમ પ્રતીતિ કરવી. ૨૫૯.
*સુમાર્ગનો ભાગી = સુમાર્ગશાળી; સુમાર્ગવંત; સુમાર્ગનું ભાજન.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૭૧