अथाविपरीतफलकारणाविपरीतकारणसमुपासनप्रवृत्तिं सामान्यविशेषतो विधेयतया
सूत्रद्वैतेनोपदर्शयति —
दिट्ठा पगडं वत्थुं अब्भुट्ठाणप्पधाणकिरियाहिं ।
वट्टदु तदो गुणादो विसेसिदव्वो त्ति उवदेसो ।।२६१।।
दृष्टवा प्रकृतं वस्त्वभ्युत्थानप्रधानक्रियाभिः ।
वर्ततां ततो गुणाद्विशेषितव्य इति उपदेशः ।।२६१।।
श्रमणानामात्मविशुद्धिहेतौ प्रकृते वस्तुनि तदनुकूलक्रियाप्रवृत्त्या गुणातिशयाधानम-
प्रतिषिद्धम् ।।२६१।।
आचार्यः । किं कृत्वा । दिट्ठा दृष्टवा । किम् । वत्थुं तपोधनभूतं पात्रं वस्तु । किंविशिष्टम् । पगडं प्रकृतं
अभ्यन्तरनिरुपरागशुद्धात्मभावनाज्ञापकबहिरङ्गनिर्ग्रन्थनिर्विकाररूपम् । काभिः कृत्वा वर्तताम् ।
अब्भुट्ठाणप्पधाणकिरियाहिं अभ्यागतयोग्याचारविहिताभिरभ्युत्थानादिक्रियाभिः । तदो गुणादो ततो दिन-
હવે અવિપરીત ફળનું કારણ એવું જે ‘અવિપરીત કારણ’ તેની ઉપાસનારૂપ પ્રવૃત્તિ
સામાન્યપણે અને વિશેષપણે કરવાયોગ્ય છે એમ બે સૂત્રોથી દર્શાવે છેઃ —
પ્રકૃત વસ્તુ દેખી અભ્યુત્થાન આદિ ક્રિયા થકી
વર્તો શ્રમણ, પછી વર્તનીય ગુણાનુસાર વિશેષથી. ૨૬૧.
અન્વયાર્થઃ — [प्रकृतं वस्तु] *પ્રકૃત વસ્તુને [दृष्टवा] દેખીને (પ્રથમ તો)
[अभ्युत्थानप्रधानक्रियाभिः] +અભ્યુત્થાન આદિ ક્રિયાઓ વડે [वर्तताम्] (શ્રમણ) વર્તો; [ततः]
પછી [गुणात्] ગુણ પ્રમાણે [विशेषितव्यः] ભેદ પાડવો. — [इति उपदेशः] આમ ઉપદેશ છે.
ટીકાઃ — શ્રમણોને આત્મવિશુદ્ધિના હેતુભૂત પ્રકૃત વસ્તુ ( – શ્રમણ) પ્રત્યે તેને યોગ્ય
(શ્રમણયોગ્ય) ક્રિયારૂપ પ્રવૃત્તિ વડે ગુણાતિશયતાનું આરોપણ કરવાનો નિષેધ નથી.
ભાવાર્થઃ — જો કોઈ શ્રમણ અન્ય શ્રમણને દેખે તો પ્રથમ તો, જાણે કે તે અન્ય
શ્રમણ ગુણાતિશયતાવાળા હોય એમ તેમના પ્રત્યે (અભ્યુત્થાનાદિક) વ્યવહાર કરવો. પછી
તેમનો પરિચય થયા બાદ તેમના ગુણ અનુસાર વર્તન કરવું. ૨૬૧.
*પ્રકૃત વસ્તુ = અવિકૃત વસ્તુ; અવિપરીત પાત્ર. (અભ્યંતર -નિરુપરાગ -શુદ્ધ -આત્માની ભાવનાને
જણાવનારું જે બહિરંગ -નિર્ગ્રંથ -નિર્વિકાર -રૂપ તે રૂપવાળા શ્રમણને અહીં ‘પ્રકૃત વસ્તુ’ કહેલ છે.)
+અભ્યુત્થાન = માનાર્થે ઊભા થઈ જવું અને સામા જવું તે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૭૩
પ્ર. ૬૦