श्रमणेन नित्यमेवाधिवसनीयः । तथास्य शीतापवरककोणनिहितशीततोयवत्समगुणसङ्गात्
गुणरक्षा, शीततरतुहिनशर्करासम्पृक्तशीततोयवत् गुणाधिकसङ्गात् गुणवृद्धिः ।।२७०।।
“इत्यध्यास्य शुभोपयोगजनितां काञ्चित्प्रवृत्तिं यतिः
सम्यक् संयमसौष्ठवेन परमां क्रामन्निवृत्तिं क्रमात् ।
हेलाक्रान्तसमस्तवस्तुविसरप्रस्ताररम्योदयां
ज्ञानानन्दमयीं दशामनुभवत्वेकान्ततः शाश्वतीम् ।।१७।।
— इति शुभोपयोगप्रज्ञापनम् ।
पठयते । कथंभूते श्रमणे । समं समे समाने । कस्मात् । गुणादो बाह्याभ्यन्तररत्नत्रयलक्षणगुणात् ।
पुनरपि कथंभूते । अहियं वा स्वस्मादधिके वा । कैः । गुणेहिं मूलोत्तरगुणैः । यदि किम् । इच्छदि जदि
इच्छति वाञ्छति यदि चेत् । कम् । दुक्खपरिमोक्खं स्वात्मोत्थसुखविलक्षणानां नारकादिदुःखानां मोक्षं
दुःखपरिमोक्षमिति । अथ विस्तरः — यथाग्निसंयोगात् जलस्य शीतलगुणविनाशो भवति तथा
व्यावहारिकजनसंसर्गात्संयतस्य संयमगुणविनाशो भवतीति ज्ञात्वा तपोधनः कर्ता समगुणं गुणाधिकं
वा तपोधनमाश्रयति, तदास्य तपोधनस्य यथा शीतलभाजनसहितशीतलजलस्य शीतलगुणरक्षा भवति
પાણીની માફક સમાન ગુણવાળાના સંગથી ગુણરક્ષા થાય છે અને (૨) વધારે શીતળ
હિમના સંપર્કમાં રહેલા શીતળ પાણીની માફક અધિક ગુણવાળાના સંગથી ગુણવૃદ્ધિ થાય
છે (અર્થાત્ જેમ શીતળ ઘરના ખૂણામાં રાખેલું પાણી શીતળ રહે છે અને બરફના સંગથી
પાણી વિશેષ શીતળ થાય છે તેમ સમાન ગુણવાળાના સંગથી શ્રમણને ગુણની રક્ષા થાય
છે અને અધિક ગુણવાળાના સંગથી શ્રમણને ગુણની વૃદ્ધિ થાય છે). ૨૭૦.
[હવે, શ્રમણ ક્રમશઃ પરમ નિવૃત્તિને પામીને શાશ્વત જ્ઞાનાનંદમય દશાને અનુભવો
એમ શ્લોક દ્વારા કહે છેઃ — ]
[અર્થઃ — ] એ રીતે શુભોપયોગજનિત કાંઈક પ્રવૃત્તિને સેવીને યતિ સમ્યક્ પ્રકારે
સંયમના ૧સૌષ્ઠવ વડે ક્રમશઃ પરમ નિવૃત્તિને પહોંચતો થકો, જેનો રમ્ય ઉદય સમસ્ત
વસ્તુસમૂહના વિસ્તારને લીલાથી પહોંચી વળે છે ( – રમતમાત્રથી જાણી લે છે) એવી શાશ્વતી
જ્ઞાનાનંદમયી દશાને ૨એકાંતે અનુભવો.
આ રીતે શુભોપયોગ -પ્રજ્ઞાપન પૂર્ણ થયું.
*શાર્દૂલવિક્રીડિત છંદ
૧. સૌષ્ઠવ = શ્રેષ્ઠતા; ઉત્કૃષ્ટતા; સારાપણું; સુંદરતા.
૨. એકાંતે = કેવળ; સર્વથા; અત્યંત. (યતિ કેવળ જ્ઞાનાનંદમયી દશાને જ અત્યંત અનુભવો.)
૪૮૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-