Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 486 of 513
PDF/HTML Page 517 of 544

 

background image
ये अयथागृहीतार्था एते तत्त्वमिति निश्चिताः समये
अत्यन्तफलसमृद्धं भ्रमन्ति ते अतः परं कालम् ।।२७१।।
ये स्वयमविवेकतोऽन्यथैव प्रतिपद्यार्थानित्थमेव तत्त्वमिति निश्चयमारचयन्तः सततं
समुपचीयमानमहामोहमलमलीमसमानसतया नित्यमज्ञानिनो भवन्ति, ते खलु समये स्थिता
अप्यनासादितपरमार्थश्रामण्यतया श्रमणाभासाः सन्तोऽनन्तकर्मफलोपभोगप्राग्भारभयंकर-
मनन्तकालमनन्तभावान्तरपरावर्तैरनवस्थितवृत्तयः संसारतत्त्वमेवावबुध्यताम्
।।२७१।।
૪૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
અન્વયાર્થઃ[ये] જેઓ, [समये] ભલે તેઓ સમયમાં હોય તોપણ (ભલે તેઓ
દ્રવ્યલિંગીપણે જિનમતમાં હોય તોપણ), [एते तत्त्वम्] ‘આ તત્ત્વ છે (અર્થાત્ આમ જ
વસ્તુસ્વરૂપ છે)’ [इति निश्चिताः] એમ નિશ્ચયવંત વર્તતા થકા [अयथागृहीतार्थाः] પદાર્થોને
અયથાતથપણે ગ્રહે છે (જેવા નથી તેવા સમજે છે), [ते] તેઓ [अत्यन्तफलसमृद्धम्]
અત્યંતફળસમૃદ્ધ (અનંત કર્મફળોથી ભરેલા) એવા [अतः परं कालं] હવે પછીના કાળમાં
[भ्रमन्ति] પરિભ્રમણ કરશે.
ટીકાઃજેઓ સ્વયં અવિવેકથી પદાર્થોને અન્યથા જ અંગીકૃત કરીને (બીજી
રીતે જ સમજીને) ‘આમ જ તત્ત્વ (વસ્તુસ્વરૂપ) છે’ એમ નિશ્ચય કરતા થકા, સતત
એકત્રિત કરવામાં આવતા મહા મોહમળથી મલિન મનવાળા હોવાને લીધે નિત્ય અજ્ઞાની
છે, તેઓ ભલે સમયમાં (દ્રવ્યલિંગીપણે જિનમાર્ગમાં) સ્થિત હોય તોપણ પરમાર્થ
શ્રામણ્યને પામેલા નહિ હોવાથી ખરેખર શ્રમણાભાસ વર્તતા થકા, અનંત કર્મફળના
ઉપભોગરાશિથી ભયંકર એવા અનંત કાળ સુધી અનંત ભાવાંતરરૂપ પરાવર્તનો વડે
અનવસ્થિત વૃત્તિવાળા રહેવાને લીધે, તેમને સંસારતત્ત્વ જ જાણવું. ૨૭૧.
भमंति ते तो परं कालं अत्यन्तफलसमृद्धं भ्रमन्ति ते अतः परं कालम् द्रव्यक्षेत्रकालभवभावपञ्चप्रकार-
संसारपरिभ्रमणरहितशुद्धात्मस्वरूपभावनाच्युताः सन्तः परिभ्रमन्ति कम् परं कालं अनन्तकालम्
कथंभूतम् नारकादिदुःखरूपात्यन्तफलसमृद्धम् पुनरपि कथंभूतम् अतो वर्तमानकालात्परं
भाविनमिति अयमत्रार्थःइत्थंभूतसंसारपरिभ्रमणपरिणतपुरुषा एवाभेदेन संसारस्वरूपं ज्ञातव्य-
मिति ।।२७१।। अथ मोक्षस्वरूपं प्रकाशयतिअजधाचारविजुत्तो निश्चयव्यवहारपञ्चाचारभावना-
૧. એકત્રિત = એકઠો; ભેગો.
૨. રાશિ = ઢગલો; સમૂહ; જથ્થો.
૩. અનવસ્થિત = અસ્થિર. [મિથ્યાદ્રષ્ટિઓએ ભલે દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય તોપણ તેમને અનંત કાળ
સુધી અનંત ભિન્નભિન્ન ભાવોરૂપેભાવાંતરરૂપે પરાવર્તન (પલટવું) થયા કરવાથી તેઓ અસ્થિર
પરિણતિવાળા રહેશે અને તેથી તેઓ સંસારતત્ત્વ જ છે.]