Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 22 of 513
PDF/HTML Page 53 of 544

 

background image
गतरागः समसुहदुक्खो निर्विकारनिर्विकल्पसमाधेरुद्गता समुत्पन्ना तथैव परमानन्दसुखरसे लीना तल्लया
निर्विकारस्वसंवित्तिरूपा या तु परमकला तदवष्टम्भेनेष्टानिष्टेन्द्रियविषयेषु हर्षविषादरहितत्वात्सम-
सुखदुःखः
समणो एवंगुणविशिष्टः श्रमणः परममुनिः भणिदो सुद्धोवओगो त्ति शुद्धोपयोगो भणित
इत्यभिप्रायः ।।१४।। एवं शुद्धोपयोगफलभूतानन्तसुखस्य शुद्धोपयोगपरिणतपुरुषस्य च कथनरूपेण
पञ्चमस्थले गाथाद्वयं गतम् ।।
इति चतुर्दशगाथाभिः स्थलपञ्चकेन पीठिकाभिधानः प्रथमोऽन्तराधिकारः समाप्तः ।।
तदनन्तरं सामान्येन सर्वज्ञसिद्धिर्ज्ञानविचारः संक्षेपेण शुद्धोपयोगफलं चेति कथनरूपेण गाथा-
सूत्रार्थज्ञानबलेन स्वपरद्रव्यविभागपरिज्ञानश्रद्धानविधानसमर्थत्वात्सुविदितपदार्थसूत्रः
सकलषड्जीवनिकायनिशुम्भनविकल्पात्पंचेन्द्रियाभिलाषविकल्पाच्च व्यावर्त्यात्मनः शुद्धस्वरूपे
संयमनात
्, स्वरूपविश्रान्तनिस्तरङ्गचैतन्यप्रतपनाच्च संयमतपःसंयुतः सकलमोहनीयविपाक-
विवेकभावनासौष्ठवस्फु टीकृतनिर्विकारात्मस्वरूपत्वाद्विगतरागः परमकलावलोकनाननुभूयमान-
ટીકાઃસૂત્રોના અર્થના જ્ઞાનબળ વડે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યના વિભાગના
પરિજ્ઞાનમાં, શ્રદ્ધાનમાં અને વિધાનમાં (આચરણમાં) સમર્થ હોવાથી (અર્થાત્ સ્વદ્રવ્ય ને
પરદ્રવ્યનું ભિન્નપણું જાણ્યું હોવાથી, શ્રદ્ધ્યું હોવાથી અને અમલમાં મૂક્યું હોવાથી) જે
(શ્રમણ) ‘પદાર્થોને અને (પદાર્થોના પ્રતિપાદક) સૂત્રોને જેમણે સારી રીતે જાણ્યાં છે એવા’
છે, સમસ્ત છ જીવનિકાયને હણવાના વિકલ્પથી અને પાંચ ઇન્દ્રિયો સંબંધી અભિલાષાના
વિકલ્પથી આત્માને
વ્યાવૃત્ત કરીને આત્માનું શુદ્ધ સ્વરૂપમાં સંયમન કર્યું હોવાથી અને
સ્વરૂપવિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપતું હોવાથી જે ‘સંયમ અને તપ સહિત’ છે, સકળ
મોહનીયના વિપાકથી ભેદની ભાવનાના ઉત્કૃષ્ટપણા વડે (અર્થાત્ સમસ્ત મોહનીયકર્મના
ઉદયથી ભિન્નપણાની ઉત્કૃષ્ટ ભાવના વડે) નિર્વિકાર આત્મસ્વરૂપને પ્રગટ કર્યું હોવાથી જે
‘વીતરાગ’ છે, અને પરમ કળાના અવલોકનને લીધે શાતાવેદનીય તથા અશાતાવેદનીયના
વિપાકથી નીપજતાં જે સુખ -દુઃખ તે સુખ -દુઃખજનિત પરિણામની વિષમતા નહિ અનુભવાતી
હોવાથી (અર્થાત
્ પરમ સુખ -રસમાં લીન નિર્વિકાર સ્વસંવેદનરૂપ પરમ કળાના અનુભવને
૧. પરિજ્ઞાન = પૂરું જ્ઞાન; જ્ઞાન.
૨. વ્યાવૃત્ત કરીને = પાછો વાળીને; અટકાવીને; અલગ કરીને.
૩. સ્વરૂપવિશ્રાંત = સ્વરૂપમાં ઠરી ગયેલું.
૪. નિસ્તરંગ = તરંગ વિનાનું; ચંચળતા રહિત; શાંત; વિકલ્પ વગરનું.
૫. પ્રતપવું = પ્રતાપવંત હોવું; ઝળહળવું; દેદીપ્યમાન હોવું.
૨૨પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-