મદદ કરી શકતી નથી. માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા ઇચ્છનાર આત્માએ બાહ્ય સામગ્રીની
અપેક્ષા રાખી પરતંત્ર થવું નિરર્થક છે. શુદ્ધોપયોગમાં લીન આત્મા પોતે જ છ કારકરૂપ
થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તે આત્મા પોતે અનંત શક્તિવાળા જ્ઞાયકસ્વભાવ વડે સ્વતંત્ર
હોવાથી પોતે જ કર્તા છે; પોતે અનંત શક્તિવાળા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતો હોવાથી
કેવળજ્ઞાન કર્મ છે, અથવા કેવળજ્ઞાનથી પોતે અભિન્ન હોવાથી આત્મા પોતે જ કર્મ છે;
પોતાના અનંત શક્તિવાળા પરિણમનસ્વભાવરૂપ ઉત્કૃષ્ટ સાધન વડે કેવળજ્ઞાન કરતો હોવાથી
આત્મા પોતે જ કરણ છે; પોતાને જ કેવળજ્ઞાન દેતો હોવાથી આત્મા પોતે જ સંપ્રદાન
છે; પોતાનામાંથી મતિ -શ્રુતાદિ અપૂર્ણ જ્ઞાન દૂર કરીને કેવળજ્ઞાન કરતો હોવાથી અને પોતે
સહજ જ્ઞાનસ્વભાવ વડે ધ્રુવ રહેતો હોવાથી પોતે જ અપાદાન છે; પોતાનામાં જ અર્થાત્
પોતાના જ આધારે કેવળજ્ઞાન કરતો હોવાથી પોતે જ અધિકરણ છે. આ રીતે સ્વયં (પોતે
જ) છ કારકરૂપ થતો હોવાથી તે ‘સ્વયંભૂ’ કહેવાય છે. અથવા, અનાદિ કાળથી અતિ દ્રઢ
બંધાયેલાં (જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયરૂપ) દ્રવ્ય તેમ જ ભાવ
ઘાતિકર્મોને નષ્ટ કરીને સ્વયમેવ આવિર્ભૂત થયો અર્થાત્ કોઈની સહાય વિના પોતાની મેળે
જ પોતે પ્રગટ થયો તેથી તે ‘સ્વયંભૂ’ કહેવાય છે. ૧૬.
હવે આ સ્વયંભૂને શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિનું અત્યંત અવિનાશીપણું અને કથંચિત્
(કોઈ પ્રકારે) ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યયુક્તપણું વિચારે છેઃ —
વ્યયહીન છે ઉત્પાદ ને ઉત્પાદહીન વિનાશ છે,
તેને જ વળી ઉત્પાદધ્રૌવ્યવિનાશનો સમવાય છે. ૧૭.
अथ स्वायम्भुवस्यास्य शुद्धात्मस्वभावलाभस्यात्यन्तमनपायित्वं कथंचिदुत्पाद-
व्ययध्रौव्ययुक्तत्वं चालोचयति —
भंगविहूणो य भवो संभवपरिवज्जिदो विणासो हि ।
विज्जदि तस्सेव पुणो ठिदिसंभवणाससमवाओ ।।१७।।
केवलज्ञानोत्पत्तिप्रस्तावे यतो भिन्नकारकं नापेक्षते ततः स्वयंभूर्भवतीति भावार्थः ।।१६।। एवं
सर्वज्ञमुख्यत्वेन प्रथमगाथा । स्वयंभूमुख्यत्वेन द्वितीया चेति प्रथमस्थले गाथाद्वयं गतम् ।। अथास्य
भगवतो द्रव्यार्थिकनयेन नित्यत्वेऽपि पर्यायार्थिकनयेनानित्यत्वमुपदिशति — भंगविहूणो य भवो भङ्ग-
विहीनश्च भवः जीवितमरणादिसमताभावलक्षणपरमोपेक्षासंयमरूपशुद्धोपयोगेनोत्पन्नो योऽसौ भवः
केवलज्ञानोत्पादः । स किंविशिष्टः । भङ्गविहिनो विनाशरहितः । संभवपरिवज्जिदो विणासो त्ति
संभवपरिवर्जितो विनाश इति । योऽसौ मिथ्यात्वरागादिसंसरणरूपसंसारपर्यायस्य विनाशः । स
૨૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-