अस्य खल्वात्मनः शुद्धोपयोगप्रसादात् शुद्धात्मस्वभावेन यो भवः स पुनस्तेन रूपेण प्रलयाभावाद्भङ्गविहीनः । यस्त्वशुद्धात्मस्वभावेन विनाशः स पुनरुत्पादाभावात्संभवपरिवर्जितः । अतोऽस्य सिद्धत्वेनानपायित्वम् । एवमपि स्थितिसंभवनाशसमवायोऽस्य न विप्रतिषिध्यते, भङ्गरहितोत्पादेन संभववर्जितविनाशेन तद्द्वयाधारभूतद्रव्येण च समवेतत्वात् ।।१७।। किंविशिष्टः । संभवविहीनः निर्विकारात्मतत्त्वविलक्षणरागादिपरिणामाभावादुत्पत्तिरहितः । तस्माज्ज्ञायते तस्यैव भगवतः सिद्धस्वरूपतो द्रव्यार्थिकनयेन विनाशो नास्ति । विज्जदि तस्सेव पुणो ठिदिसंभव- णाससमवाओ विद्यते तस्यैव पुनः स्थितिसंभवनाशसमवायः । तस्यैव भगवतः पर्यायार्थिकनयेन
અન્વયાર્થઃ — [भंगविहीनः च भवः] તેને ( – શુદ્ધાત્મસ્વભાવને પામેલા આત્માને) વિનાશ રહિત ઉત્પાદ છે અને [संभवपरिवर्जितः विनाशः हि] ઉત્પાદ રહિત વિનાશ છે. [तस्य एव पुनः] તેને જ વળી [स्थितिसंभवनाशसमवायः विद्यते] સ્થિતિ, ઉત્પાદ અને વિનાશનો સમવાય ( – મેળાપ, એકઠાપણું) છે.
ટીકાઃ — ખરેખર આ (શુદ્ધાત્મસ્વભાવને પામેલા) આત્માને શુદ્ધોપયોગના પ્રસાદથી થયેલો જે શુદ્ધાત્મસ્વભાવે (શુદ્ધાત્મસ્વભાવરૂપે) ઉત્પાદ તે, ફરીને તે રૂપે પ્રલયનો અભાવ હોવાથી, વિનાશરહિત છે; અને (તે આત્માને શુદ્ધોપયોગના પ્રસાદથી થયેલો) જે અશુદ્ધાત્મસ્વભાવે વિનાશ તે, ફરીને ઉત્પત્તિનો અભાવ હોવાથી, ઉત્પાદરહિત છે. આથી (એમ કહ્યું કે) તે આત્માને સિદ્ધપણે અવિનાશીપણું છે. આમ હોવા છતાં તે આત્માને ધ્રૌવ્ય, ઉત્પાદ અને વિનાશનો સમવાય વિરોધ પામતો નથી, કારણ કે તે વિનાશરહિત ઉત્પાદ સાથે, ઉત્પાદરહિત વિનાશ સાથે અને તે બન્નેના આધારભૂત દ્રવ્ય સાથે સમવેત (તન્મયપણે જોડાયેલો – એકમેક) છે.
ભાવાર્થઃ — સ્વયંભૂ સર્વજ્ઞભગવાનને જે શુદ્ધાત્મસ્વભાવ ઉત્પન્ન થયો તે કદી નાશ પામતો નથી તેથી તેમને વિનાશ વિનાનો ઉત્પાદ છે; અને અનાદિ અવિદ્યાજનિત વિભાવપરિણામ એક વાર સર્વથા નાશ પામ્યા પછી ફરીને ઊપજતા નથી તેથી તેમને ઉત્પાદ વિનાનો વિનાશ છે. આ રીતે અહીં એમ કહ્યું કે સિદ્ધપણે તેઓ અવિનાશી છે. આમ અવિનાશી હોવા છતાં તેઓ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય સહિત છે; કારણ કે શુદ્ધ પર્યાયની અપેક્ષાએ તેમને ઉત્પાદ છે, અશુદ્ધ પર્યાયની અપેક્ષાએ વ્યય છે અને તે બન્નેના આધારભૂત આત્માપણાની અપેક્ષાએ ધ્રૌવ્ય છે. ૧૭.