ज्ञानप्रमाणमात्मा न भवति यस्येह तस्य स आत्मा ।
हीनो वा अधिको वा ज्ञानाद्भवति ध्रुवमेव ।।२४।।
हीनो यदि स आत्मा तत् ज्ञानमचेतनं न जानाति ।
अधिको वा ज्ञानात् ज्ञानेन विना कथं जानाति ।।२५।। युगलम् ।
यदि खल्वयमात्मा हीनो ज्ञानादित्यभ्युपगम्यते तदात्मनोऽतिरिच्यमानं ज्ञानं स्वाश्रय-
भूतचेतनद्रव्यसमवायाभावादचेतनं भवद्रूपादिगुणकल्पतामापन्नं न जानाति । यदि पुनर्ज्ञाना-
दधिक इति पक्षः कक्षीक्रियते तदावश्यं ज्ञानादतिरिक्तत्वात् पृथग्भूतो भवन् घटपटादि-
स्थानीयतामापन्नो ज्ञानमन्तरेण न जानाति । ततो ज्ञानप्रमाण एवायमात्माभ्युप-
गन्तव्यः ।। २४ । २५ ।।
यस्य वादिनो मतेऽत्र जगति तस्स सो आदा तस्य मते स आत्मा हीणो वा अहिओ वा णाणादो हवदि
धुवमेव हीनो वा अधिको वा ज्ञानात्सकाशाद् भवति निश्चितमेवेति ।।२४।। हीणो जदि सो आदा तं
णाणमचेदणं ण जाणादि हीनो यदि स आत्मा तदाग्नेरभावे सति उष्णगुणो यथा शीतलो भवति तथा
स्वाश्रयभूतचेतनात्मकद्रव्यसमवायाभावात्तस्यात्मनो ज्ञानमचेतनं भवत्सत् किमपि न जानाति । अहिओ
અન્વયાર્થઃ — [इह] આ જગતમાં [यस्य] જેના મતમાં [आत्मा] આત્મા [ज्ञानप्रमाणं]
જ્ઞાનપ્રમાણ [न भवति] નથી, [तस्य] તેના મતમાં [सः आत्मा] તે આત્મા [ध्रुवम् एव] અવશ્ય
[ज्ञानात् हीनः वा] જ્ઞાનથી હીન [अधिकः वा भवति] અથવા અધિક હોવો જોઇએ.
[यदि] જો [सः आत्मा] તે આત્મા [हीनः] જ્ઞાનથી હીન હોય [तद्] તો [ज्ञानं]
જ્ઞાન [अचेतनं] અચેતન થવાથી [न जानाति] જાણે નહિ, [ज्ञानात् अधिकः वा] અને જો
(આત્મા) જ્ઞાનથી અધિક હોય તો [ज्ञानेन विना] (તે આત્મા) જ્ઞાન વિના [कथं जानाति]
કેમ જાણે?
ટીકાઃ — જો આ આત્મા જ્ઞાનથી હીન છે એમ સ્વીકારવામાં આવે તો આત્માથી
આગળ વધી જતું જ્ઞાન ( – આત્માના ક્ષેત્રથી આગળ વધીને તેની બહાર વ્યાપતું જ્ઞાન)
પોતાના આશ્રયભૂત ચેતનદ્રવ્યનો સમવાય (સંબંધ) નહિ રહેવાને લીધે અચેતન થયું થકું
રૂપાદિ ગુણ જેવું થવાથી ન જાણે; અને જો આ આત્મા જ્ઞાનથી અધિક છે એવો પક્ષ
સ્વીકારવામાં આવે તો અવશ્ય (આત્મા) જ્ઞાનથી આગળ વધી ગયો હોવાને લીધે
( – જ્ઞાનના ક્ષેત્રથી બહાર વ્યાપતો હોવાને લીધે) જ્ઞાનથી પૃથક્ થયો થકો ઘટપટાદિ જેવો
થવાથી જ્ઞાન સિવાય ન જાણે. માટે આ આત્મા જ્ઞાનપ્રમાણ જ માનવાયોગ્ય છે.
૪૨પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-