न कथमपीति । अयमत्र भावार्थः ---ये केचनात्मानमङ्गुष्ठपर्वमात्रं, श्यामाकतण्डुलमात्रं,
ભાવાર્થઃ — આત્માનું ક્ષેત્ર જ્ઞાનના ક્ષેત્રથી ઓછું માનવામાં આવે તો આત્માના ક્ષેત્રની બહાર વર્તતું જ્ઞાન ચેતનદ્રવ્ય સાથે સંબંધ નહિ હોવાને લીધે અચેતન ગુણ જેવું થવાથી જાણવાનું કામ ન કરી શકે, જેમ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે અચેતન ગુણો જાણી શકતા નથી તેમ. જો આત્માનું ક્ષેત્ર જ્ઞાનના ક્ષેત્રથી અધિક માનવામાં આવે તો જ્ઞાનના ક્ષેત્રની બહાર વર્તતો જ્ઞાનશૂન્ય આત્મા જ્ઞાન વિના જાણવાનું કામ ન કરી શકે, જેમ જ્ઞાનશૂન્ય ઘડો, વસ્ત્ર વગેરે પદાર્થો જાણી શકતા નથી તેમ. માટે આત્મા જ્ઞાનથી હીન પણ નથી, અધિક પણ નથી, જ્ઞાન જેવડો જ છે. ૨૪ -૨૫.
અન્વયાર્થઃ — [जिनवृषभः] જિનવર [सर्वगतः] સર્વગત છે [च] અને [जगति] જગતના [सर्वे अपि अर्थाः] સર્વ પદાર્થો [तद्गताः] જિનવરગત (જિનવરમાં પ્રાપ્ત) છે; [जिनः ज्ञानमयत्वात्] કારણ કે જિન જ્ઞાનમય છે [च] અને [ते] સર્વ પદાર્થો [विषयत्वात्] જ્ઞાનના વિષય હોવાથી [तस्य] જિનના વિષય [भणिताः] કહેવામાં આવ્યા છે.